અમદાવાદ: એડવોકેટ યતીન સોની તરફે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર અભિયાન હેઠળ ભારતીય પ્રોડક્ટ ખરીદવા ખરીદદારને ભારતમાં બનાવવામાં આવ્યું છે કે કેમ એની માહિતી મળવી જોઈએ જેથી એ પોતાનો નિર્ણય લઈ શકે. અરજદારનો દાવો છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તેમાં એ ભારતીય કંપની કે વિદેશી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે તેની માહિતી રજૂ કરવાની માગ કરી હતી.
ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ સ્વદેશી છે કે નહીં એ દર્શાવવાની માગ સાથે HCમાં PIL - અમદાવાદ
વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સાચા અર્થમાં અમલમાં મૂકવા માટે ઓનલાઈન વેબસાઈટ પર પ્રોડક્ટની બાજુમાં ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે કે કેમ એ અંગેની વિગતો રજૂ કરવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, પીએમઓ સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવીને ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 27મી જૂલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ સ્વદેશી છે કે નહીં એ દર્શાવવાની માગ સાથે HCમાં PIL
અરજદારે માગ કરી છે કે સરકાર ઓનલાઈન પ્લેટફોર્મને પ્રોડક્ટની ઓરિજનાલિટી માટે કોઈ ખાસ કલર કે ચિન્હ દર્શાવે. પ્રોડક્ટ ક્યાં બની છે એની માહિતી મેળવવી ગ્રાહકોનો અધિકાર છે. ઘણાં લોકો દેશમાં ભારતીય પ્રોડક્ટ ખરીદવા આગ્રહ કરી રહ્યાં છે ત્યારે કઈ પ્રોડક્ટ સ્વદેશી છે તેની માહિતી આપવી જોઈએ. આ મામલે વધુ સુનાવણી ૨૭મી જૂલાઈના રોજ હાથ ધરવામાં આવશે.