અમદાવાદ- ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં બધા જ ધર્મનાં લોકો સ્વતંત્રતાથી રહી શકે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ધર્મના નામે અનેક મતભેદો અને મતમતાંતરો જોવા મળે છે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની એવી ઈમામશાહ દરગાહનો કિસ્સો (Public Interest Petition in the case of Imam Shah Bawa Dargah)પહોંચ્યો છે. દરગાહની જગ્યાની હદમાં એક નવા મંદિરનું બાંધકામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં (PIL in Gujarat High Court) કરવામાં આવી છે. જે અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી (Gujarat High Court Hearing) હાથ ધરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો- આ સમગ્ર કેસની વિગતો (PIL in Gujarat High Court) જોઈએ તો અમદાવાદના પીરાણા ખાતે આવેલી ઇમામશાહ બાવાની દરગાહ મુસ્લિમોના ધાર્મિક આસ્થાનું સ્થળ છે, પરંતુ દરગાહના પરિસરમાં નવા બાંધકામની આડમાં મંદિર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી (Public Interest Petition in the case of Imam Shah Bawa Dargah)ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે થોડા સમય પહેલા જિલ્લા કલેકટર પાસેથી પીરાણા ગામમાં સ્થિત ઈમામશા બાવા દરગાહમાં નવીનીકરણ કરવાની મંજૂરી મેળવીને તેની આડમાં દરગાહ ટ્રસ્ટ અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમોના આ ધાર્મિક સ્થળે મંદિર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશોએ બાંધકામને નવું કરવા માટે મંજૂરી આપી હતી એની જગ્યાએ આ કોઈ બીજી સ્થિતિનો અમલ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આ સ્થળ પર બંદગી કરવા માટે આવતા વ્યક્તિઓને તકલીફ પડી રહી છે અને મંત્રોચ્ચાર કરીને તેમની ધાર્મિક લાગણી દુભાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ માનસિક અસ્થિર સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં આવી અરજી, શું છે સમગ્ર મામલો
ઉચ્ચસ્તરે રજૂઆતો કરી છે-અરજદાર (PIL in Gujarat High Court) દ્વારા એ પણ રજૂઆત કરી હતી કે, આ બાબત વિશે એમણે જિલ્લા કલેકટર એસપીને રજુઆત કરી હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો (Public Interest Petition in the case of Imam Shah Bawa Dargah)નથી અને અને કોઈપણ પગલાં પણ ભરવામાં આવ્યા નથી. તેથી આ સ્થિતિનો તાગ મેળવવા માટે થઈને પરિસરમાં જે પણ કામકાજ ચાલી રહ્યું છે તેની વીડિયોગ્રાફી કરવામાં આવે અને હાલની જે પરિસ્થિતિ છે તેની સામે પંચનામું કરવામાં આવે એવી હાઇકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી.