અમદાવાદઃ આ મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, વન્ય પ્રાણીઓને મોરક્કોથી જામનગર (Animals Transfer To Private Zoo) લાવવામાં આવ્યા છે. તે તમામ પ્રાણીઓ શિડયુલ એનીમલની કેટેગરીમાં (Schedule Animal Category) આવે છે. જામનગરમાં ગ્રીન ઝુઓલોજીકલ (Jamnagar Zoo) રેસ્ક્યું સેન્ટર આવેલું છે. જેમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની (Wild Life Protection Act.) સેક્શન હેઠળ 17 ઓગસ્ટ 2020ના હુકમથી માન્યતા આપવામાં આવેલી છે. જ્યારે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટની જોગવાઈ મુજબ ખાનગી પ્રાણી ઉદ્યાનને (Zoo in Jamnagar) આ પ્રકારની માન્યતા આપી શકાય નહીં. જ્યારે ઝૂ નાં નિયમ 2009 મુજબ આ પ્રાણી સંગ્રહાલયને નાના પ્રાણીસંગ્રહના લઈને રૂપમાં મંજૂરી અપાય છે.
આ પણ વાંચોઃ પાવાગઢ મંદિરમાં કયા કારણોસર ભક્તોની ભીડ ઊમટી પડી, જાણો કારણ...
રોક લગાવવા માંગઃ જ્યારે મીની ઝૂ તો 10 હેક્ટરથી નાના હોવા જોઈએ. જ્યારે ગ્રીન ઝુઓલોજિકલ રેસક્યું પ્રમાણે વિશ્વના મોટા પ્રાણી સંગ્રહાલયમાં આનો સમાવેશ થઈ રહ્યો છે. આ સાથે અરજદારે એ પણ રજૂઆત કરી હતી કે જામનગરમાં પ્રાણીઓ આવ્યા છે. તેમને આ વાતાવરણ અનુકૂળ આવશે કે નહિ પણ એક મોટો મુદ્દો છે. વન્યજીવનની સલામતીનો પણ મોટો મુદ્દો છે. સેન્ટ્રલ અને રાજ્યના પ્રાણીસંગ્રહાલય ઓથોરિટી દ્વારા આ પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાન્સફર કરવાની છે. મંજૂરી આપવામાં આવી રહી છે તેના પર રોક લગાવવામાં આવે. આ મંજૂરીથી એક એવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું સેન્ટ્રલ અને રાજ્ય પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશો વન્ય પ્રાણીઓને યોગ્ય સુવિધા અને રક્ષણ આપવામાં સક્ષમ છે કે નહીં.