અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. આ દરમિયાન તેમના મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. આ યુવકે યુવતીનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
અમદાવાદઃ યુવતીની મંજૂરી વિના ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. આ દરમિયાન તેમના મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. આ યુવકે યુવતીનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
![અમદાવાદઃ યુવતીની મંજૂરી વિના ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8882289-thumbnail-3x2-m.jpg)
મળતી માહિતી મુજબ, યુવતીને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની જાણ થતાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ કરીને મધ્યપ્રદેશથી રાધેશ્યામ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી માત્ર 8 ધોરણ સુધી જ ભણેલો છે. આમ છતાં સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
આરોપીએ જે યુવતીનો ફોટો વાયરલ કર્યો હતો, તેને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત લગ્ન નહીં કરવા પર અન્ય ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.