અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પેટ્રોલ - ડીઝલની ચોરી અથવા કટ અટકાવવા માટે ઇન્ડિયન ઓઇલ કંપનીને તમામ પેટ્રોલ પંપમાં મશીનની અંદર તારથી સિલિંગ કરવામાં આવે છે . તોલ -માપ વિભાગની હાજરીમાં તેને વેરીફાય કરવામાં આવે છે. દર વર્ષે તોલમાપ વિભાગ, ઓઇલ કંપનીના અધિકારી અને પેટ્રોલ પંપ ડીલર આ બાબતનું વેરિફિકેશન કરે છે. મશીનની અંદર જે સીલ લગાડવામાં આવે છે એમાં GPS અને સેન્સર સિસ્ટમ હોવાથી ચેડાં કરાય તો તરત ઓઇલ કંપનીને ખબર પડે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ નિણર્ય લેવાયા બાદ તમામ પેટ્રોલ પંપમાં આ મશીન ફિટ કરવું અનિવાર્ય છે, જેથી ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલની કોઈપણ પ્રકારની ચોરી થતી નથી.
મશીનમાં સીલિંગ કરાતું હોવાથી ગુજરાતના પેટ્રોલ પંપમાં પેટ્રોલ - ડીઝલની ચોરી થતી નથી - special story
પેટ્રોલ - ડીઝલમાં કટ મારવામાં આવે છે અથવા મશીન સાથે ચેડાં કરાય છે તેવા ઘણા આક્ષેપ તમે સાંભળ્યા હશે પરંતું હવે ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલમાં કોઈપણ પ્રકારની ચોરી થતી નથી કારણ કે પેટ્રોલ પમ્પના મશીનમાં સેન્સરવાળા સીલ લગાવવામાં આવે છે અને જો એમાં ચેડાં અથવા ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો ઓઈલ કંપનીને OTPથી તરત ખબર પડી જાય છે. લોકોમાં ખોટી અફવા છે કે પેટ્રોલ અને ડીઝલમાં ચોરી કરાય છે, પરંતુ હવે એ થતું નથી.
મશીનમાં સીલિંગ કરાતું હોવાથી ગુજરાતના પેટ્રોલ પંપમાં પેટ્રોલ - ડીઝલની ચોરી થતી નથી
- અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો અહેવાલ