ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં ગુજરાતની જનતા પર બોજો નાંખતી રૂપાણી સરકાર, પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા મોંઘા થયા - CM Vijay Rupani

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ગત 8 દિવસમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં લિટરે રૂપિયા 4.52 અને ડીઝલમાં લિટરે રૂપિયા 4.64નો વધારો કર્યો છે, ત્યારે હવે પડતા પર પાટુ ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે વધુ રૂપિયા 2નો વધારો કર્યો છે અને તેનો અમલ આજે 15 જૂનની મધરાત્રીથી અમલી બનશે.

ETV BHARAT
કોરોના કાળમાં ગુજરાતની જનતા પર બોજો નાંખતી રૂપાણી સરકાર, પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા મોંઘા થયા

By

Published : Jun 15, 2020, 8:48 PM IST

Updated : Jun 15, 2020, 11:25 PM IST

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજરામાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ હાલ 35 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસ હજી કાબૂમાં આવ્યો નથી. દરરોજ 500 કેસ નોંધાય છે. અનલૉક-1 ચાલી રહ્યું છે. વેપારધંધા હજી પૂરા ખૂલ્યા નથી. નોકરીમાં મોટાભાગના કામદારોને 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો પગારકાપ છે. શ્રમિકો વિના ઉત્પાદન બંધ છે. આવી કપરી સ્થિતિમાં ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને ગુજરાતની જનતા પર બોજો નાંખ્યો છે. ETV BHARATના સંવાદદાતા પારૂલ રાવલ અને બ્યુરો ચીફ ભરત પંચાલની ચર્ચા જોઈએ.

કોરોના કાળમાં ગુજરાતની જનતા પર બોજો નાંખતી રૂપાણી સરકાર, પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા મોંઘા થયા

ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી રૂપિયા 1500 કરોડની વધારાની આવક ઉભી થશે, પરંતુ તેની સામે ગુજરાત સરકારે 2020-21માં રૂપિયા 605 પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આ પુરાંત કયા ગઈ? અને બીજુ અન્ય વિભાગોની ફાળવણીમાં કાપ મુકવાની જરૂર હતી? શા માટે ગુજરાતની જનતા પર બોજો નાંખવો પડે? આમ જનતા આવા સવાલો સરકારને પૂછી રહી છે.

Last Updated : Jun 15, 2020, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details