ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજયની તમામ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવાની માગ સાથેની કોર્ટમાં કરવામાં આવી અરજી - તમામ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવાની માંગ

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથેની કોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. માતૃભાષા અભિયાન સંસ્થા (Mother Language Campaign Institute) દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

રાજયની તમામ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવાની માગ સાથેની કોર્ટમાં કરવામાં આવી અરજી
રાજયની તમામ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવાની માગ સાથેની કોર્ટમાં કરવામાં આવી અરજી

By

Published : Oct 5, 2022, 10:33 AM IST

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથેની કોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. માતૃભાષા અભિયાન સંસ્થા (Mother Language Campaign Institute) દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી કરતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટ રાજ્યની જેટલી પણ શાળાઓમાં ગુજરાતી ભણાવતું હોય તે તમામ સ્કૂલોની એનઓસી રદ કરવાનો રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી :આ જે જાહેરહીતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા તારીખ 13 4 2018 ના એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે તબક્કાવાર જુદા જુદા ધોરણોમાં ભણાવવામાં આવશે, પરંતુ આ પરિપત્રની અમલવારી નથી થઈ રહી એવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

નેશનલ એજ્યુકેશન પોલીસી :પ્રાથમિક શાળાનું વિદ્યાર્થી સ્થાનિક ભાષા અથવા માતૃભાષા શીખે તે માટે આગ્રહ રાખવો જરૂરી છે એવી પણ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે 2020 માં બહાર પાડેલી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલાને સમર્થન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના તારીખ 13- 4- 2018 ના રોજ જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એનો સાચા અર્થમાં શબ્દશઃ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.

આ મામલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો :સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, સરકારે ગુજરાત બોર્ડ અને લોકો અન્ય બોર્ડની તમામ પ્રાથમિક સ્કૂલોમાં એકસરખી નીતિ બનાવવી જોઈએ. બેન્ચે સવાલ કર્યો હતો કે, સરકારનું કેમ કાંઈ ચાલતું નથી? તમે કેમ અમલ નથી કરાવી શકતા? બાદમાં બેન્ચે ઉમેર્યું હતું કે, જે રાજ્યનાં બાળકો વો માતૃભાષા જાણતા ન હોય એ રાજ્યની સંસ્કૃતિ લાંબો સમય ટકતી નથી. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી શીખવાડવામાં આવે છે, પરતું ગુજરાતી નહીં. આ મામલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જણાવે કે, તેમનો ઠરાવ હોવા છતા તેનો અમલ કેમ કરાતો નથી ? સરકારનો નીતિ વિષયક નિર્ણય છે, ત્યારે શા માટે આ તમામ બોર્ડને પક્ષકાર બનાવવા જોઈએ ?

હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી :હાઈકોર્ટે સરકારને આકરો સવાલ કરેલો કે, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, હરિયાણામાં પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત પ્રાદેશિક ભાષા ભણાવવા બાબતનો અમલ થાય છે, તો ગુજરાતમાં કેમ કરાતો નથી ? શું સરકાર તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજીયાત ભણાવવા માટે સક્ષમ નથી ? શા માટે સરકારે આ વિવિધ બોર્ડની દયા પર આધારિત રહેવુ પડે ? તાજેતરમાં જ 22 ગુજરાતી શાળાઓ બંધ થઈ છે, તે નવાઈ પમાડે છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે ગુજરાતી ભાષાના મુદ્દે થયેલી અરજીની પ્રાથમિક રીતે સ્વીકારીને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સહિતના પક્ષકારોને ઇસ્યુ નોટિસ કરી કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details