ગુજરાત

gujarat

ETV Bharat / city

સાણંદ તા.પં. ચૂંટણીનું પરિણામઃ બીજા ક્રમના ઉમેદવારને વિજેતા જાહેર કરવા High court માં પિટિશન - સાણંદ ચૂંટણી પરિણામ

સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં (Sanad Election results ) અપક્ષ ઉમેદવારનું અવસાન થતાં બીજા ઉમેદવારે ફરી ચૂંટણી ન યોજવા અને તેઓને વિજેતા જાહેર કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં (High court ) પિટિશન ફાઇલ કરી છે. High court નોટિસ પાઠવીને જવાબદારોને જવાબ આપવા કહેવાયું છે.

સાણંદ તા.પં. ચૂંટણીનું પરિણામઃ બીજા ક્રમના ઉમેદવારને વિજેતા જાહેર કરવા High court માં પિટિશન
સાણંદ તા.પં. ચૂંટણીનું પરિણામઃ બીજા ક્રમના ઉમેદવારને વિજેતા જાહેર કરવા High court માં પિટિશન

By

Published : Jun 24, 2021, 9:04 PM IST

  • પીમ્પાન બેઠક પર અપક્ષ ઉમેદવારનું અવસાન
  • અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર
  • ચૂંટણી ન યોજવાHighcourtમાંપિટિશન કરાઈ
  • કોર્ટે રાજ્ય સરકાર, ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીને નોટિસ પાઠવી

    અમદાવાદ:ગુજરાત હાઇકોર્ટમાં (Sanad Election results )તાલુકા પંચાયતની ચૂંટણીનો એક નવો કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાણંદ તાલુકા પંચાયતની (Sanad Election results ) પીમ્પાન બેઠક પરના ઉમેદવારોને લઈને વિવાદ સામે આવ્યો છે. આ બેઠક પરના ઉમેદવાર પૈકી અપક્ષ ઉમેદવારનું ચૂંટણીના પરિણામના એક દિવસ અગાઉ કુદરતી અવસાન થયું હતું. જેની જાણ ચૂંટણી અધિકારીને હોવા છતાં તેઓએ બીજા દિવસે કાઉન્ટિંગ શરૂ કર્યું હતું અને આ મૃત ઉમેદવારને વધારે વોટ મળતાં તેઓ વિજેતા જાહેર કરાયાં હતાં. જોકે આ ચૂંટણીમાં બીજા ક્રમે આવનાર ઉમેદવારે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે અને હાઇકોર્ટમા આ અંગે પિટિશન દાખલ કરી છે.

    કોર્ટે ચૂંટણી પંચ અને અધિકારીને જવાબ રજૂ કરવા જણાવ્યું

    પિટિશનમાં એવો દાવો કર્યો છે કે તેઓને વિજેતા જાહેર કરવામાં આવે અને આ સંજોગોમાં ફરી ચૂંટણીની જરૂર નથી. જોકે કોર્ટે (Sanad Election results ) આ બાબતે રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીને નોટિસ પાઠવી છે અને તેઓનો જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ લોકો શું ખાશે? તેના પર રોક લગાવવાનો અધિકાર સરકારને નથી - અરજદાર, દારૂબંધી અંગેની અરજીની આગામી સુનાવણી 23 જૂનના રોજ થશે

હવે વધુ સુનાવણી 21 જૂલાઈએ યોજાશે

એડવોકેટ નિશિત ગાંધીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર બીજા ઉમેદવાર જે ચૂંટણીમાં બીજા ક્રમે આવેલા છે તેઓ દાવો કર્યો છે કે આ અપક્ષના ઉમેદવાર હતાં અને આ સંજોગોમાં પેટાચૂંટણીની આવશ્યકતા નથી, તેથી તેઓને મત આધારે વિજેતા જાહેર કરવામાં આવે. જોકે કોર્ટે (Sanad Election results ) બાબતે રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીને નોટિસ પાઠવી અને જવાબ માંગ્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી 21 જૂલાઈએ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details