- કેન્ટોનમેન્ટ મંદિરને ખસેડવાની થયેલી અરજી કોર્ટે ફગાવી
- કોર્ટે કહ્યું, મેટર હજી પ્રિમેચ્યોર છે
- કેન્ટોન્મેન્ટ બોર્ડના નિર્ણય બાદ જ તેની સામે નિર્ણય લઈ શકાય
અમદાવાદ : કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં દોઢસો વર્ષથી પણ જૂના કેમ્પ હનુમાન મંદિર ખસેડી રિવરફ્રન્ટ પાસે લઈ જવા ટ્રસ્ટીની યોજના સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે સુનાવણી થતાં કોર્ટે મેટર હજી પ્રિમેચ્યોર છે તેવું કહી અરજી ફગાવી છે. અરજદારના એડવોકેટે અરજી કરવા પાછળનો મુખ્ય હેતુ જણાવતા કહ્યું હતું કે, કેમ્પ હનુમાન મંદિરની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે. તેથી તેને ખસેડી ન શકાય. આ ઉપરાંત મંદિર વર્ષો જૂનું હોવાથી લોકોની ધાર્મિક આસ્થા તેની સાથે જોડાયેલી છે. તેમજ હેરિટેજને પણ નુકસાન થાય છે.