અમદાવાદ-અમદાવાદના પરિમલ પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્સમાં ગત શનિવારે 25 તારીખે આગ (Fire In Dev Complex ) લાગી હતી. જેનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવવામાં આવી (Negligence on fire safety issue) રહી છે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ સાથેની અરજી હાઈકોર્ટમાં દાખલ (Petition in Gujarat High Court)કરવામાં આવી છે.
અરજીમાં શું જણાવાયું છે - ગુજરાત હાઇકોર્ટમાં થયેલી આ અરજીમાં (Petition in Gujarat High Court)સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અનેક નિર્દેશ બાદ પણ કોમ્પલેક્સ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમો (Negligence on fire safety issue) લાગુ કરવામાં નથી આવી રહ્યાં એવા પણ દાવા કરવામાં આવ્યા છે. આ અરજીમાં રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની (Fire Safety Act ) અમલવારી મામલે થયેલી જાહેરહિતની અરજી સંદર્ભે પણ નવી પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.મહત્વનું છે કે પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં આગ (Fire In Dev Complex ) લાગી હતી તેમાં કુલ 75 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટનામાં કુલ 13 જેટલા નવજાત બાળકોનો પણ સમાવેશ થતો હતો.
આ પણ વાંચોઃ પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં આગ, 75 ફાયર ફાઈટર્સે લોકોનું કર્યું રેસ્ક્યૂ