- પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબાના આયોજનમાં છૂટ આપવાની માગ
- શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસને છૂટ તો પાર્ટી પ્લોટમાં છૂટ કેમ નહિ, તેવો અરજીમાં ઉલ્લેખ
- 8 મહાનગરમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાયો
અમદાવાદ : નવરાત્રીને પગલે પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબા(Navratri 2021) આયોજનમાં છૂટ આપવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં પિટિશન કરવામાં આવી છે. શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસને છૂટ આપવામાં આવી છે તો પાર્ટી પ્લોટમાં છૂટ કેમ નહિ તેવો મુદ્દો અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અમે સરકાર લગાવે એ અંકુશનું પાલન કરવા તૈયાર છીએ, પરંતુ ગરબાના આયોજનને છૂટ આપવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 8 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
પ્રતિબંધોને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા
શેરીમાં ગરબા રમવા છૂટ પણ 8 મહાનગરમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર આકાશ પટવા અને અન્યોની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાર્ટીપ્લોટ, ક્લબમાં પણ અમુક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આપવામાં આવે, સોસાયટી અને શેરીમાં 400 લોકોને છૂટ અપાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોર્ટે નોંધ્યું કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત
અરજીમાં કોરોના વેક્સિનના ડબલ ડોઝ લેનારને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવાની સંચાલકોએ તૈયારી દર્શાવી છે. અરજી થવાની સામે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે. આપણે હાલ કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ ? તે અંગે સરકાર ખુલાસો કરે.
સરકારે દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા નિયમો