મ્યુકોર માઇકોસિસને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી
સરકાર કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકો મૃત્યુ પામ્યા તેના આંકડા જાહેર કરે તેવી રજૂઆત
દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક કરે તેવી રજૂઆત
અમદાવાદ : એક તરફ કે જ્યાં મ્યુકોર માઇકોસિસમાં મૃત્યુ દર 50 ટકા છે, ત્યારે રાજ્યના ગામડાઓ સુધી મ્યુકોર માઇકોસિસના ઇન્જેક્શન મળી રહે તે માટેની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરી હતી કે, રાજ્યમાં કેટલા લોકોને અત્યાર સુધીમાં મ્યુકોર માઇકોસિસની બીમારી થઈ છે તે અંગેના આંકડાઓ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત ગામડાઓ પણ આ બીમારી સામે રક્ષણ મેળવી શકે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
મ્યુકોર માઈકોસિસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ
આ ટ્રીટમેન્ટને આયુષ્યમાન ભારત અંતર્ગત લાવવામાં આવે : મૈત્રી મુઝુમદાર
ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરનારી મૈત્રી મુઝુમદારે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મ્યુકોર માઇકોસિસની ગંભીર બીમારીના કારણે જે ઇન્જેક્શનની ઘટ છે તેને લઈને નામદાર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજી કરતા આજે મંગળવારે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. અત્યાર સુધી આ બીમારીને લઈ કેટલા કેસ નોંધાયા છે અને કેટલા લોકોના મૃત્યુ થયા છે તે અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે એ માંગણી કરી છે કે આ ડેટા આપવામાં આવે અને ગામડાઓ સુધી સુવિધા ઊભી કરવામાં આવે અને આ ટ્રીટમેન્ટને આયુષ્યમાન ભારત અંતર્ગત લાવવામાં આવે કે જેથી ગરીબો પણ પોતાનો ઇલાજ કરાવી શકે.
આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો
દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક કરે તેવી રજૂઆત
આ ઉપરાંત અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગામડા સુધી સુવિધા મળી રહે તે માટે નોડલ ઓફિસ બનાવવામાં આવે અને તેમાં નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે. હાલ રાજ્યમાં માત્ર 6 જિલ્લાઓમાં જ આ પ્રકારે સુવિધા ઉભી કરવામાં આવી છે. તેથી આ સુવિધા રાજ્યના તમામ વિસ્તારોમાં ઊભી થાય તે માટેની રજૂઆત અરજીમાં કરવામાં આવી છે.