ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat High Court માં લવ જેહાદને પડકારતી અરજી દાખલ કરાઈ, ટૂંક સમયમાં થશે સુનાવણી - લવ જેહાદ

વર્ષ 2021ના ધર્માંતરણ અંગેના કાયદામાં સરકારે કરેલા સુધારાને ગુજરાત હાઇકોર્ટમાં ( Gujarat High Court ) પડકારવામાં ( Petition ) આવ્યો છે. વ્યક્તિએ કયો ધર્મ પાળવો કે કયો ધર્મ અપનાવવા તે તેની અંગત બાબત હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં વિધર્મી વ્યક્તિઓના લગ્ન વિષયક કિસ્સાઓમાં સરકારની મંજૂરી જરૂરી હોવાની બાબતને પણ પડકારવામાં આવી છે. આ સાથે કથિત લવ જેહાદ ( Love Jehad Act) અંગે કરવામાં આવેલા સુધારાને પણ પડકારવામાં આવ્યો છે.

Gujarat High Court માં લવ જેહાદને પડકારતી અરજી દાખલ કરાઈ, ટૂંક સમયમાં થશે સુનાવણી
Gujarat High Court માં લવ જેહાદને પડકારતી અરજી દાખલ કરાઈ, ટૂંક સમયમાં થશે સુનાવણી

By

Published : Jul 19, 2021, 8:34 PM IST

  • રાજ્ય સરકારના ધર્માંતરણ અંગેના સુધારાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો
  • ઝડપી સુનાવણી માટે અરજદારે કોર્ટની પરવાનગી માગી
  • કોર્ટે કહ્યું બેથી ત્રણ દિવસમાં અરજીની સુનાવણી કરાશે

અમદાવાદઃરાજ્ય સરકારે સુધારેલા ધર્માંતરણ કાયદામાં લવ જેહાદ ( Love Jehad Act ) અંગેના સુધારાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં ( Gujarat High Court ) કરવામાં આવેલી અરજી એડવોકેટ મોહમ્મદ ઈશા હકીમે કરી છે. આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની ખંડપીઠ કરશે.

બેત્રણ દિવસમાં જ થશે સુનાવણી

ETV ભારત સાથે વાતચીત દરમિયાન મોહમ્મદ ઈશા હકીમે જણાવ્યું હતું કે હજી માત્ર અરજી કરાઈ છે. હજી તેની સુનાવણી થઈ નથી. ટૂંક સમયમાં તેની સુનાવણી કરાશે. મહત્વનું છે કે આજે મુખ્ય ન્યાયાધીશે ચીફ જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે માત્ર 2 થી 3 દિવસમાં જ સુનાવણી થઈ શકશે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ધર્માંતરણના કાયદામાં સરકાર બંધારણથી વિપરીત કાયદો લાવી શકે નહીં. નાગરિકોના હક પર સરકાર તરાપ મારી શકે નહીં. વધુમાં આ અરજી ઉપર ઝડપી સુનાવણી માટે અરજદારે ( Gujarat High Court ) કોર્ટની પરવાનગી માગી હતી.સામે કોર્ટે પણ અરજદારની રજૂઆત સામે ઝડપી સુનાવણી માટે પરવાનગી આપી હતી. આગામી દિવસોમાં આ મુદ્દે સુનાવણી થશે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં લવ જેહાદ બિલ: ગૃહ પ્રધાને કહ્યું, મારા જીવનમાં સૌથી મહત્વનું બિલ રજૂ કરવાની તક મળી છે

આ પણ વાંચોઃ વિધાનસભામાં લવ જેહાદ બિલ: કોંગી ધારાસભ્યોનો એકસૂર, બિલમાં ક્યાંય લવ જેહાદ શબ્દ જ નથી

ABOUT THE AUTHOR

...view details