- અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર પર સર્જાઈ અસુવિધા
- ત્વરિત કામ કરાવવા આવેલાં લોકો કલાકો કતારોમાં ઉભા રહે છે
- મોટા કેમ્પસ અને કચેરીઓ વચ્ચે એક જ ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર
- આધુનિકીકરણના નામે સરકારને કેટલાક પગલા અયોગ્યઃ જૂની કલેક્ટર કચેરીના કર્મચારી
અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગના ફોર્મ લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા - ફોર્મ
સરકાર વારંવાર સૂચના આપે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, કારણ વગરની ભીડ ન કરશો. પણ સરકારની આ સૂચના સામે કેટલાક લોકો આંખ આડા કાન કરી રહ્યા છે તેવું લાગે છે. આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું શહેરના મધ્યમાં આવેલી જૂની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં. અહીં લોકો ઈ-સ્ટેમ્પિંગ કરાવવા આવતા હોય છે, પરંતુ આ કોરોના કાળમાં પણ લોકો લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે. ઈ-સ્ટેમ્પિંગ કરવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઈ સ્ટેમ્પિંગ માટે ભરવામાં આવતા ફોર્મ લેવા માટે લોકો ભીડમાં જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ઈ-સ્ટેમ્પિંગના ફોર્મ લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
અમદાવાદઃ ઘીકાંટા કોર્ટના વિશાળ કેમ્પસ તેમ જ એની પાછળ જ્યાં મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એ જૂની કલેકટર કચેરી માં રોજ લાંબી કતારો જોવા મળે છે. ચારેય તરફ ગીચ આ વિસ્તારમાં આવેલા ઘીકાંટા કોર્ટ અને જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એક જ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.