ગુજરાત

gujarat

ETV Bharat / city

કરફ્યૂથી અજાણ વિચરતી જાતિઓ અને પ્રવાસી મજૂરો મુશ્કેલીમાં મુકાયા - અમદાવાદમાં કરફ્યૂ

શિયાળાની ઋતુનું આગમન, તહેવારો અને સાથે કોરોના સંક્રમણમાં વધારો થતા જ સરકારી તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસો વધતા કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે જરૂરી કામ માટે બહાર જવા માંગતા લોકો તેમજ બહારથી શહેરમાં પ્રવેશ કરવા ઇચ્છતા લોકો મુસીબતમાં મુકાઇ ગયા હતા. બીજી તરફ જેમને લોકડાઉન, કરફ્યૂની સ્થિતિની જાણકારી જ નથી એવી વિચરતી જાતિઓ, છુટક મજૂરી કરનારા લોકોને શહેરમાં પ્રવેશ અને બહાર જવા માટે ભારે હાલાકીઓ ભોગવવી પડી હતી.

કરફ્યૂ અજાણ વિચરતી જાતિઓ, પ્રવાસી મજૂરો મુશ્કેલીમાં મુકાયા
કરફ્યૂ અજાણ વિચરતી જાતિઓ, પ્રવાસી મજૂરો મુશ્કેલીમાં મુકાયા

By

Published : Nov 22, 2020, 10:20 PM IST

  • વિચરતી જાતિઓ, માર્ગો પરના મજૂરોની લોટ માટે દોડા-દોડ
  • બસોના હજારો પ્રવાસીઓ પરેશાન થઇ ગયા
  • શહેર બહાર ઉતરી ગયેલા પ્રવાસીઓ પગપાળા ચાલ્યા

અમદાવાદ: શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનો વધારો થતા જ શુક્રવારની રાત્રેથી શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. સરકારી તંત્રએ કરફ્યૂની સૂચનાઓ જુદા-જુદા માધ્યમો દ્વારા નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપણા દેશમાં હજુ પણ એવી વિચરતી જાતિઓ અને શ્રમિક વર્ગ છે, જે સંદેશા વ્યવહાર અને સામાન્ય સુવિધાઓથી વંચિત છે. કોરોના સંક્રમણ અને કરફ્યૂથી અજાણ હજારો લોકો અમદાવાદ શહેરમાં આવવા અને બહાર જવા પરેશાન થઇ ગયા હતા.

કરફ્યૂ અજાણ વિચરતી જાતિઓ, પ્રવાસી મજૂરો મુશ્કેલીમાં મુકાયા

સૌથી કફોડી હાલત માર્ગો પર જ રહેતા મજૂરો અને વિચરતાની થઈ

અમદાવાદના કરફ્યૂથી અજાણ એવા પ્રવાસી મજૂરોને બસોમાંથી શહેરની બહાર જ ઉતારી દેવામાં આવ્યા હતા. નેપાળથી વાયા જયપુર, અમદાવાદ આવતા હેમ બહાદુર કહે છે કે અડાલજ ઉતર્યા બાદ માંડ વૈષ્ણોદેવી સર્કલ પહોંચ્યો હતો. કરફ્યૂથી અજાણ હું અને સાથી પગપાળા વૈષ્ણોદેવીથી કર્ણાવતી ક્લબ પગપાળા ગયા હતા.

કરફ્યૂ અજાણ વિચરતી જાતિઓ, પ્રવાસી મજૂરો મુશ્કેલીમાં મુકાયા

ABOUT THE AUTHOR

...view details