ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કહેર વચ્ચે પણ દશેરાના તહેવારમાં અમદાવાદીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માન્યો - fafda jalebi

કોરોના મહામારીના કારણે ગુજરાતીઓની નવરાત્રી તો બગડી જ છે. પરંતુ ગુજરાતીઓ દશેરામાં ફાફડા જલેબીનો સ્વાદ માનવાનું ચુક્યા નથી. અમદાવાની ફરસાણની પ્રખ્યાત દુકાનોમાં વહેલી સવારથી ફાફડા જલેબી લેવા માટે ઉમટી પડ્યા હતા. કોરોનની ગાઇડલાઇનનું પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમજ પેકીંગમાં ફાફડા જલેબીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની અસર હોવા છતાં દશેરાના તહેવારમાં અમદાવાદીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માન્યો
કોરોનાની અસર હોવા છતાં દશેરાના તહેવારમાં અમદાવાદીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માન્યો

By

Published : Oct 26, 2020, 1:52 AM IST

કોરોના હોવા છતાં રાજ્યભરમાં ફાફડા જલેબીનું એકંદરે સારું વેચાણ

બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ફાફડા જલેબીનું વેચાણ કરવામાં આવ્યું

કોરોના હોવા છતા સારો વેપાર થયો: વેપારીઓ

દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો

અમદાવાદઃ કોરોના અને લોકડાઉનના કારણે ફરસાણના વેપારીઓને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જેની અસર દશેરાના તહેવાર પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે ફાફડા 440 રૂપિયા કિલો છે. જ્યારે તેલની જલેબી 280 રૂપિયા અને ઘીની જલેબી 600 રૂપિયા કિલો વેચાઈ હતી.

એકંદરે સારો વેપાર થયોઃ વેપારીઓ

કોરોનાને કારણે વેપારીઓને એવું હતું કે આ વર્ષે દશેરામાં ફાફડા જલેબીનું વેચાણ થશે નહી. પરંતુ રાજ્યભરમાં ગુજરાતીઓએ ફાફડા જલેબીનો સ્વાદ માન્યો છે. જેથી વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે દર વર્ષ જેટલો નહિ પરંતુ કોરોનાને કારણે આશા નહોતી કે આટલો સારો વ્યવસ્યાય થશે છે.

ABOUT THE AUTHOR

...view details