- GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની મર્યાદા વધારાઇ
- રવિવારે RT-PCR ટેસ્ટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટને સારો પ્રતિસાદ મળ્તા AMCએ સમયમાં કર્યો વધારો
અમદાવાદ : રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના શહેરી વિસ્તારમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોનું વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય અને સારવાર મળી રહી તે માટે AMC દ્વારા ખાનગી લેબ સાથે ટાઇપ કરી GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાને સારો પ્રતિસાદ મળતા ટેસ્ટિંગને વધારે સમય સુધી શરૂ રાખવાનો મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -અમદાવાદમાં GMDC ખાતે કાર ચાલકો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટ્યા
GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ થ્રુ
RT-PCR ટેસ્ટ મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને અમદાવાદ મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ડ્રાઇવ થ્રુ સુવિધાને સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં પણ આ સુવિધા શરૂ રહેશે, ત્યારે રવિવારે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે આવતા વાહનોની લાંબી લાઇન લાગી હતી.
આ પણ વાંચો -અમદાવાદીઓ હવેથી ગાડીમાંથી ઉતર્યા વિના જ RT-PCR ટેસ્ટ કરાવી શકશે