કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યૂને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે - ETVBharat
વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે. મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યાં વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે.
કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યુને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ, તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધામાથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે, 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે.