ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડૂપ્લિકેટ વિરાટ સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી - People flock to take selfies with duplicate virat

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો લુક ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડૂપ્લિકેટ વિરાટ કોહલી જોવા મળ્યો હતો. જેણે દર્શકોનું ધ્યાન ખેચ્યું હતુ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

By

Published : Mar 13, 2021, 8:50 AM IST

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ
  • ખેલાડીઓને ચિયર અપ કરવા દર્શકોએ અવનવા અખતરા કર્યા
  • પહેલી જ મેચમાં સ્ટેડિયમ ફૂલ થવાના આરે

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો લુક ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડૂપ્લિકેટ વિરાટ કોહલી જોવા મળ્યો હતો. જેણે દર્શકોનું ધ્યાન ખેચ્યું હતુ.

આ પણ વાંચો:વિશ્વનાં સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરાશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી T20 મેચ યોજાઈ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 20-20 મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી T20 મેચ યોજાઈ હતી. જેમાં પહેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડૂપ્લિકેટ વિરાટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમની સાથે સેલ્ફી લેવા માટે કેટલાક દર્શકોએ પડાપડી કરી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

આ પણ વાંચો:હવેથી 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

ABOUT THE AUTHOR

...view details