- 18 વર્ષથી મોટી ઉંમરના લોકોએ વેક્સિન લેવા લગાવી લાઇન
- તંત્રના સંકલનના અભાવે લોકો થયા પરેશાન
- 45 કરતા મોટી ઉંમરના લોકોને આજે વેક્સિન આપવાનું કર્યુ બંધ
અમદાવાદઃ દેશ અને રાજયમાં કોરોનાના વધી રહેલા સંક્રમણે લઇને સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાની વેક્સિન જે લોકોએ લીધી છે તે લોકોને ઓછી જ અસર થઇ છે. વેક્સિન ન લેનારા લોકોને કોરોનાની ગંભીર અસર જોવા મળી છે.
અમદાવાદમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વેક્સિન લેવા લાઇનો લાગી આ પણ વાંચોઃ જામનગરમાં વેક્સિન રજિસ્ટ્રેશનમાં ધાંધિયા, લોકો આરોગ્ય કેન્દ્ર પર કરી રહ્યા છે રજૂઆત
શહેરના વિવિધ વેક્સિન સેન્ટરો ખાતે વેક્સિનની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી
અમદાવાદમાં પણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોએ વેક્સિન લેવા માટે લાઇન લગાવી હતી. શહેરના વિવિધ વેક્સિન સેન્ટરો ખાતે વેક્સિનની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ લાઇન લગાવી હતી. શહેરના કેટલાક વેક્સિન સેન્ટરો પર લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો. 18 વર્ષથી મોટી ઉમરના લોકોએ વધારે પ્રમાણમાં ધસારો થતાં 45 કરતા મોટી ઉંમરના લોકોએ વેક્સિન આપવાનું આજે શનિવારે બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ
ઓરિએન્ટલ ક્લબમાં જ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે લોકોએ લાઇન લગાવી
કેટલાક વેક્સિનેશન સેન્ટરોમાં વેક્સિન લીધા બાદ અડધા કલાક સુધી બેસવાની સુવિધા પણ ન હોવાનું સામે આવ્યું હતું. ઓરિએન્ટલ ક્લબમાં જ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે લોકોએ લાઇન લગાવતા જગ્યાનો અભાવ જોવા મળ્યો હતો. વેક્સિન લેવા આવનારા લોકોમાં બબાલના પણ દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ક્લબના સંચાલકો દ્વારા શાંત કરવામાં આવ્યા હતા. લોકોના ધસારાને લઇને વેક્સિન લીધા બાદ બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.