- કોચરબ આશ્રમ ખાતે પદયાત્રિકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ
- કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ પટેલે પદયાત્રિકો સાથે લીધુ ભોજન
- કુલ 400 જેટલા પદયાત્રિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે શુક્રવારે દાંડી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલી દાંડીયાત્રાને પહેલો વિરામ કોચરબ આશ્રમ ખાતે આપવામાં આવ્યો હતો. કોચરબ આશ્રમ ખાતે પદયાત્રિકો માટે જમવાની અને આરામ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પદયાત્રિકો માટે શુદ્ધ ગુજરાતી ભોજન આપવામાં આવ્યું હતું.
કોચરબ આશ્રમ ખાતે દાંડી યાત્રામાં જોડાયેલા પદયાત્રિકોનું કરાયું સ્વાગત આ પણ વાંચોઃદાંડીયાત્રાનો પ્રારંભ થયો, 81 પદયાત્રી થયા સામેલ
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું
કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ પટેલ પણ પદયાત્રામાં જોડાયા હતા. કોચરબ આશ્રમ ખાતે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પદયાત્રીઓ સાથે ભોજન લીધું હતું અને પદયાત્રિકોનો ઉત્સાહ વધાર્યો હતો. નવસારીના દાંડી ગામ ખાતે પદયાત્રાને પુર્ણ કરવામાં આવશે.
કોચરબ આશ્રમ ખાતે દાંડી યાત્રામાં જોડાયેલા પદયાત્રિકોનું કરાયું સ્વાગત કુલ 81 જેટલા પદયાત્રિકો દાંડી ગામ સુધીની પદયાત્રા કરશે
દાંડીયાત્રામાં જોડાનારા પદયાત્રિકો માટે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. આશ્રમ ખાતે 400 જેટલા યાત્રિકોને જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં કુલ 81 જેટલા પદયાત્રિકો દાંડી ગામ સુધીની પદયાત્રા કરશે.