ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસઃ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ? - સી આર પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ

ભાજપના નવા પ્રમુખ સી. આર. પાટીલે ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ આવ્યાં પછી હવે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવા માટેના ચક્રો ગતિમાન થયા છે. ત્યારે પાટીલના ચૂંટણી પ્રચારમાં કયાં મુદ્દા રહ્યાં અને પાટીલનો પ્રવાસ કોરોનાકાળના તમામ નિયમોનું ઉલ્લંધન કરતા વિવાદ પણ થયો હતો. આ તમામ મુદ્દાઓને આવરી લઈને અમદાવાદ સ્ટુડિયોમાં ETV Bharat ગુજરાત બ્યૂરો ચીફ ભરત પંચાલે વિશેષ ચર્ચા કરી છે. આ ચર્ચામાં ભાગ લઈ રહ્યાં છે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર અને ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ગોરધનભાઈ ઝડફિયા.

પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસઃ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ?
પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસઃ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ?

By

Published : Aug 24, 2020, 9:55 PM IST

Updated : Aug 24, 2020, 10:05 PM IST

અમદાવાદઃ નવા વરાયેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ચૂંટણી પ્રવાસ સફળ રહ્યો છે. સૌરાષ્ટ્ર પાટીદારોનો ગઢ છે, ત્યાં પાટીલે સંગઠનાત્મક બેઠકો યોજી, કાર્યકરોને સાંભળ્યાં અને તેમના પ્રશ્નો પણ સાંભળ્યાં. ત્યાર બાદ ભાજપમાં જે જૂથવાદ છે, તેને લઈને સી. આર. પાટીલે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદશ આપી દીધો છે કે જૂથવાદ હવે નહી ચાલે. પાર્ટી માટે કામ કરો. પાર્ટી આગળ વધશે તો તમે આગળ વધશો.

પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસઃ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ?

સી.આર. પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો વિશ્વાસ રજૂ કર્યો છે. પાટીલેે એક તબક્કે 181 બેઠકો આવશે તો હું રાજીનામું આપી દઈશ તેવું નિવેદન કરીને ચોંકાવી દીધાં હતાં.

પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસઃ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ?


પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીલના ચૂંટણી પ્રવાસને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના જેવા કાળમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનું ઉલ્લંધન કર્યું છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ જ પાલન થયું નથી. એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. તેમ છતાં ભાજપ સ્વીકારવા તૈયાર નથી.

પાટીલનો સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રવાસ મતદારોને રીઝવ્યાં છે કે કાર્યકર્તાઓને જૂથવાદ ન કરવા સંદેશ
Last Updated : Aug 24, 2020, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details