અમદાવાદ : ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગને PSIની ભરતીમાં થયેલા અન્યાય તેમજ યુવતીઓના પરિવારની સંમતિ વગરના લગ્નોમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિશ્વ ઉમિયાધામ, જાસપુર –અમદાવાદ ખાતે ‘પાટીદાર સંસ્થાઓની કોઓર્ડિનેશન કમિટી’ની બેઠક મળી હતી. જેમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની મુખ્ય 18 સંસ્થાઓના પ્રમુખ/મંત્રીઓ હાજર (Patidar Meeting in Ahmedabad) રહ્યા હતા. આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં સવર્ણ સમાજને બિનઅનામત આયોગ અને નિગમ દ્વારા થઈ રહેલા અન્યાય સંદર્ભે મુખ્ય ચર્ચા થઈ છે. પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોએ એકરાગે કુલ 25 જેવા બિન અનામત વર્ગને સ્પર્શતા મુદ્દાઓ પર સઘન ચર્ચા કરી અને આ તમામ મુદ્દાઓ પર સરકારમાં યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.
"PSIની પરીક્ષામાં સેક્શન 16નું ઉલ્લંઘન" -વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી.પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ભરતી બોર્ડે PSIની પ્રિલિમરી પરીક્ષામાં નોટિફિકેશનમાં આપેલા સેક્શન 16નું ઉલ્લંઘન કર્યું છે. જેથી પાટીદારો સહિતના સવર્ણ સમાજ અર્થાત્ બિન અનામત વર્ગને અન્યાય થયો છે. સરકાર સત્વરે આ અંગે વિચારણા કરે એવી અમારી રજૂઆત છે. ઉમિયાધામ સિદસરના પ્રમુખે જેરામ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, બિન અનામત આયોગ અને નિગમના વહીવટી પ્રશ્નો અને અધિકારીઓની નકારાત્મકતાથી પાટીદાર સહિતના સવર્ણ સમાજને અન્યાય કરી રહ્યા છે. સરકાર સત્વરે આયોગ અને નિગમના ચેરમેનની (Patidar Community Issues) વરણી કરે અને જે તે પ્રશ્નોનું નિરાકરણ લાવે.
આ પણ વાંચો :Patidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો
લગ્નને લઈને વાત - સમસ્ત પાટીદાર સમાજ, સુરતના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું હતું કે, પરિવારની સમંતિ વગર યુવતીઓ દ્વારા કરવામાં આવતાં મરજી મુજબના લગ્નો અંગેની નોંધણીમાં માતા-પિતાને સાક્ષી તરીકે ફરજિયાત રાખવા. અને આ સંદર્ભે સરકારએ ગહન વિચારણા કરી લગ્ન વિષયક નિયમોમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ.