અમદાવાદઃ 2017માં પાટીદાર અનામત આંદોલનને લઈને વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી તોડફોડમાં મામલે હવે આગામી સુનાવણી 25 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આજે પાટીદાર વિરુદ્ધના કેસમાં ચુકાદો આવવાનો હતો. પરંતુ આરોપીના વકીલે કોર્ટ સમક્ષ એમ જણાવ્યું હતું કે આરોપીઓ સવારના બેઠાં છે. આમ સાંભળીને કોર્ટ નારાજ થઇ હતી. આ સુનાવણી 25 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
કેસની વિગત- આ સમગ્ર કેસની વિગત જોઈએ તો 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનેે સમય જતાં ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે 2017માં હાર્દિક પટેલ સહિતના કુલ 21 લોકોએ મંડળી રચીને વસ્ત્રાલ વિસ્તારના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે હુમલો કર્યો હતો અને ભાજપના ઝંડાને તોડી નાખ્યો હતો. સાથે અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.આ બાબતે 21 આરોપીઓ વિરૂદ્ધ પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને 10 સામે ગુનો નોંધીને કેસ દાખલ કર્યો હતો.