ગુજરાત

gujarat

ETV Bharat / city

Pateti 2022 આ વર્ષે બમણાં ઉત્સાહથી ઉજવણી થશે, પારસી પરંપરાઓની નોખીઅનોખી વાતો જાણો

આ વર્ષે પતેતી 15 ઓગસ્ટના દિવસે Pateti 2022 Date આવી રહી છે ત્યારે દેશભક્ત પારસીઓ બમણાં ઉત્સાહથી પતેતી Pateti પર્વ ઉજવશે. આ અવસરે નોખાઅનોખા ગુજરાતી એવા પારસી સમુદાય Parsi community અને તેમની પરંપરાઓ Zoroastrian tradition વિશે વધુ મહત્ત્વની વાતો જાણીએ.

Pateti 2022 આ વર્ષે બમણાં ઉત્સાહથી ઉજવણી થશે, પારસી પરંપરાઓની નોખીઅનોખી વાતો જાણો
Pateti 2022 આ વર્ષે બમણાં ઉત્સાહથી ઉજવણી થશે, પારસી પરંપરાઓની નોખીઅનોખી વાતો જાણો

By

Published : Aug 12, 2022, 5:21 PM IST

અમદાવાદ આગામી સપ્તાહમાં પારસીઓનો ખૂબ મોટો તહેવાર પારસી નવું વર્ષ -પતેતીનું Pateti 2022 પર્વ આવી રહ્યું છે. દેશભરમાં પારસી સમુદાયની દિલેરી અને ઝિંદાદિલીની આગવી છાપ છે ત્યારે ગુજરાત અને પારસીઓ સમુદાયનું સ્નેહભર્યું બંધન આજેપણ અતૂટ છે. આ વર્ષે પતેતી 15 ઓગસ્ટના Pateti 2022 Date ના રોજ આવી રહી છે. અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલી વર્ષે 1392મો પતેતી ઉજવવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉદવાડાની આતશ બહેરામ અગિયારી અને નવસારી સહિત રાજ્યમાં જ્યાંપણ પારસીઓ Parsi communityનોંધપાત્ર સંખ્યામાં વસે છે ત્યાં પતેતીની ઉજવણી કરવામાં આવશે.

પતેતીના દિવસે શું કરે છે પારસીઓ પતેતીના દિવસે તમામ પારસીઓ Parsi community પોતાના ઘર અને આતશબહેરામના આંગણામાં સાથિયા અને આસોપાલવના તોરણ શણગારે છે તેમ જ આતશબહેરામ Atash Behram પવિત્ર અગ્નિના દર્શને Zoroastrian tradition અચૂક જાય છે. અગ્નિદેવતાની પૂજા કરીને પારસી પરિવાર પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને એખબીજાને પતેતીની શુભેચ્છાઓ પાઠવે છે. પતેતીને નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગિયારીમાં તેઓ ભગવાન જરથુષ્ટ્રને ફળો, ફૂલો અને ગોલ્ડ ફિશ બાઉલ જેવી વસ્તુઓ સમર્પિત કરે છે. આ દિવસે Pateti 2022 બાવળની કાઠી અને સુખડના લાકડાં પણ આતશબહેરામમાં અર્પણ કરવામાં આવે છે. પારસી પરંપરાઓમાં પતેતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે.

કોરોના કાળના બે વર્શ બાદ આવી રહેલી પતેતી ઉત્સાહથી ઉજવાશે

અગિયારી અગિયારી જરથુસ્ત્ર ધર્મનું પવિત્ર સ્થળ એટલે અગિયારી જેમાં પવિત્ર અગ્નિ એટલે કે આતશ રાખવામાં આવે છે. આતશ બહેરામમાં ત્રણ દરજ્જા હોય છે એક ‘આતશે દાદગાહ’ બે આતશ એ આદરાન અને ત્રણ આતશે બહેરામ Atash Behram. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર એટલે કે ધર્મગુરુ સિવાય Zoroastrian traditionકોઈ જઈ શકતા નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મના લોકોને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથોસ્ત્ર સંપ્રદાય મુજબનો ધાર્મિક વિધિ કરીને પ્યાલાના આકારના કીમતી ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને આતશે બહેરામની અંદર વિદ્યુતાગ્નિ રહેલો કહેવાય છે તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ બૂઝાઈ જાય તો અનિષ્ટસૂચક મનાય છે. અગિયારીના પ્રાગંણમાં કશ્તીગાહ એટલે કે જનોઈ માટેની જગ્યા, કાઠી ભંડાર અને દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્યાંક પારસી પંચાયતનું મકાન પણ જોવા મળે છે.

આ પણ વાંચો નવરોઝ મુબારક: નવસારીના પારસીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવ્યો 1,391મો નવરોઝ

પતેતીની ઉજવણીની માન્યતા પારસી સમાજ માને છે કે પતેતીની Pateti 2022 ઉજવણીથી જીવનમાં સુખસમૃદ્ધિ, શાંતિ અને તંદુરસ્તી આવે છે. આ તહેવારમાં ચાર Fએટલે કે ફ્રેગરેન્સ, ફુડ, ફાયર અને ફ્રેન્ડશિપનું ખૂબ જ મહત્વ Zoroastrian tradition માનવામાં આવ્યું છે. છે. ભારત ઉપરાંત, પાકિસ્તાન, ઇરાન અને અમેરિકા જેવા દેશોમાં જ્યાં પારસીઓની Parsi community વસે છે ત્યાં આ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે. પારસી સમાજ સાદાઈમાં માનનારો હોવાથી તેમના તહેવારની ઉજવણી સાદગીથી પણ પૂરા ઉત્સાહથી કરતાં હોય છે.

આ પણ વાંચો રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા

આતશ બહેરામનું મહત્ત્વ પોતાના વતન ઇરાનને છોડીને સંકટસમયમાં ભારતના ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓનો ઇતિહાસ History of Parsis જાણીએ. પારસીઓ ઇરાનથી તેમની સાથે તેમનો પવિત્ર અગ્રિ- જેને તેઓ આતશ બહેરામ કહે છે તે લઇને આવ્યાં હતાં. ઇરાનથી લાવેલા આતશ બહેરામને Atash Behram પહેલાં નવસારીમાં અને બાદમાં વલસાડના ઉદવાડામાં ઇરાનશા અગિયારી Zoroastrian tradition બનાવી ઘણાં વર્ષોથી સાચવ્યો છે. આતશ બહેરામની જ્યાં સ્થાપના હોય છે તેને અગિયારી કહેવાય આવે છે. આતશ બહેરામના દિવસે દર્શન કરવાનું પતેતીના Pateti 2022દિવસનું મહાત્મ્ય છે. જ્યાં તેઓ સુખડ અર્પણ કરી પોતાની, પરિવારની અને સમાજ જ નહી દેશદુનિયાની સુખસમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરતાં હોય છે. પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં કુલ 8 આતશ બહેરામ છે. 1 ઉદવાડામાં, 2 સુરતમાં, 1 નવસારીમાં અને 4 મુંબઈમાં સ્થાપિત છે. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

આતશ બહેરામ શું છે તેના વિશે ખૂબ રસપ્રદ ઇતિહાસ છે

ગુજરાત અને પારસીઓનું અતૂટ બંધન પારસીઓને Parsi community ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ઇ.સ. 711માં ભારત આવ્યાં. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતાં તેઓ ઇ.સ. 766 ની આસપાસ વહાણમાં આવીને ગુજરાતના દીવ બંદરે ઉતર્યા. જયાં તેઓએ 19 વર્ષ વીતાવ્યાં હતાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. 785 માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે History of Parsis ઉતર્યા હતાં.

જાદી રાણાની સંમતિ મેળવી ગુજરાતને બનાવ્યું વતનઆ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ Parsi community રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તરમાં દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલીને સૂચવ્યું કે અમારે ત્યાં વસતી ઘણી છે. એ પ્યાલો જોઇને પારસીઓના પ્રતિનિધિએ તે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ. તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણા ચતુર હતાં. એણે દૂધ ચાખી જોયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું. આ રીતે રાણાએ એમને વસવાટની History of Parsis સંમતિ આપી હતી. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ નવસારી તરફ આવ્યાં અને અહીં તેમને ઇરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો હતો. જેથી પારસીઓ નવું સારી નામ આપી અહીં વસ્યાં હતાં. જે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.નવસારીના તરોટાબજારમાં પારસી અગિયારી ખૂબ જાણીતી છે.

દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન પાળ્યું પારસી સમાજ ફાસ્લિસ, કાદિમ્સ અને સહેન્સાહિસ એમ ત્રણ સંપ્રદાયમાં Zoroastrian tradition જોવા મળે છે. તેમાંથી ફાલ્સિસ લોકો વસંતઋતુના પ્રથમ દિવસે નવરોઝની ઉજવણી કરે છે, જેને રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યાં તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. તેમના ઘણા રીતરીવાજો સ્થાનિક રીતરીવાજો સાથે ભળી ગયા છે તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે. આમ સ્થાનિકોમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન તેમની તમામ પેઢીઓએ નીભાવ્યું છે. ગુજરાતમાં ઉદવાડા ઉપરાંત નવસારી, સુરત, અમદાવાદમાં પારસી સમુદાયની સોસાયટીઓ જોવા મળતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details