ગુજરાત

gujarat

ETV Bharat / city

માંડલમાં પરશુરામ જયંતિની કરવામાં આવી ઉજવણી

14 મેના રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ અને પરશુરામ જયંતિ જેવા પવિત્ર તહેવારોની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે-સાથે મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસની પણ આજે ઉજવણી કરવામાં આવી હતી.

માંડલમાં પરશુરામ જયંતિની કરવામાં આવી ઉજવણી
માંડલમાં પરશુરામ જયંતિની કરવામાં આવી ઉજવણી

By

Published : May 15, 2021, 10:09 AM IST

  • 14 મેના રોજ અક્ષયતૃતીયાને લાગ્યું કોરોના ગ્રહણ
  • માંડલ ખાતે પરશુરામ જયંતીની ઉજવણી કરાઈ
  • વાવેશ્વર મહાદેવના સાંનિધ્યમાં બ્રહ્મસમાજ દ્વારા ઉજવણી કરાઈ

અમદાવાદ: કોરોનાના કારણે ગયા વર્ષે લોકડાઉન હોવાથી લોકો પરશુરામ જયંતિ અને આ દિવસનો લાભ ઉઠાવી શક્યા નથી. સામાન્ય સંજોગોમાં આ દિવસે વણજોયું મુહુર્ત હોવાથી લગ્નની સિઝન હોય છે. અખાત્રીજ અને આજના દિવસને ભગવાન પરશુરામની જન્મ જયંતિના રૂપમાં પણ મનાવવામાં આવે છે.

પરશુરામ જયંતિ

આ પણ વાંચો: બનાસકાંઠામાં ખેડૂતોએ અક્ષય તૃતીયાના દિવસે ટ્રેક્ટર અને જમીનની પૂજા કરી ખેતીની શરૂઆત કરી

ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજન અર્પણ કરાયું

માંડલ વાવેશ્વર મહાદેવના સાંનિધ્યમાં બ્રહ્મ સમાજના લોકો દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ ભગવાનને પુષ્પ અંજલી તેમજ મહાઆરતી અને પૂજન અર્ચન કરાયું હતું. તેમજ દીપમાળા પણ કરાઈ હતી. ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.

પરશુરામ જયંતિ

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ તેમજ ઈદની પાઠવી શુભેચ્છા

પરશુરામની જન્મ જયંતિની કરી ઊજવણી

માંડલ વાવેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મા સમાજ દ્વારા સાદગીથી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઊજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details