અમદાવાદઃઅમદાવાદમાં રથયાત્રાને (Ahmedabad Rath Yatra 2022) લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં રથયાત્રાના રુટ પર વાહનોની અવરજવર અને પાર્કિંગને (Ahmedabad Rath yatra Parking) લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેટલાક નક્કી કરવામાં આવેલ રસ્તાઓ પર તારીખ 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું (Ahmedabad Rath Yatra Vehicle Parking) પાર્કિંગ થઈ શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃમોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો
સુરક્ષા ટુકડી આવીઃહાલમાં રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે RAF અને SRP ની ટુકડીઓ પણ બહારથી અમદાવાદ આવી પોહચી છે. જ્યારે રથયાત્રાના રૂટ પર રથયાત્રાના દિવસે વાહનની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઇમરજન્સી સેવા માટે આ રૂટ ચાલુ રહેશે.
રેલવે સ્ટેશન જનારા માટે અલગ વ્યવસ્થાઃ કાલુપુર સ્ટેશન આવતા મુસાફરોને તકલીફ ન પડે એ માટે રથયાત્રા પસાર થાય ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના મુસાફરો હેરાન ના થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન માટે AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા પ્રેમ દરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા, કેમેરામાં લાઈવ દ્રશ્યો થયા કેદ
ખાસ બસની સુવિધાઃરેલ્વે સ્ટેશન જવાવાળા પ્રવાસીઓની સુવિધા માટે 89/3ની શટલની 8 બસ રહેશે. રથયાત્રા નિમિત્તે BRTS બસના કેટલાક રુટ પર ઈ-રીક્ષા રહેશે. પૂર્વ વિસ્તાર માટે સરકારી લીથો પ્રેસ કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 4 ઈ-રીક્ષા રહેશે.