ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદનું ઐતિહાસિક ગાર્ડન થયું રિડેવલપ, જાણો કઈ કઈ સુવિધા થશે ઉપલબ્ધ

અમદાવાદ શહેરમાં અનેક ગાર્ડન આવેલા છે. જે ગાર્ડનને કોર્પોરેશન દ્વારા (Parimal Garden In Ahmedabad) રીડેવલપ કરીને આધુનિક ગાર્ડન બનવામાં આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલું પરિમલ ગાર્ડન 10 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ ગાર્ડનમાં નવી ડિઝાઇન સાથે જિમ અને પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.

Parimal Garden In Ahmedabad
Parimal Garden In Ahmedabad

By

Published : Jul 17, 2022, 9:08 AM IST

અમદાવાદ:અમદાવાદ શહેરમાં 200થી વધુ નાના મોટા ગાર્ડન (Ahmedabads historic garden) આવેલા છે. જે મોટાભાગના ગાર્ડનને (Parimal Garden In Ahmedabad) રીડેલપ કોર્પોરેશન દ્વારા વિક્ટોરિયા ગાર્ડન કામગીરી પૂર્ણ થયા બાદ 60 વર્ષ જુના પરિમલ ગાર્ડનને રિડેવલપ કરવામાં આવી રહ્યું (Ahmedabad Parimal Garden) છે, જેમાં બાળકોને રમવાના સાધનોથી લઈ યોગ, ક્રિકેટ પ્રેક્ટિસ માટે નેટ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો:ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022 : 18.80 લાખ રજીસ્ટ્રેશન, 9 અઠવાડિયા સુધી ચાલશે ક્વિઝ

10 કરોડના ખર્ચે રિડેવલપ થશે:રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટી (Parimal Garden facilities) ચેરમેન રાજેશભાઇ દવેએ ETV BHARATને જણાવ્યું હતું કે, આ ગાર્ડન રિડેવલપ થતાં જ શહેરનું સૌથી પહેલું સરકારી જિમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની જશે. નાના-મોટા બગીચાઓમાં ઓપન જિમની સુવિધા હોય છે, પરંતુ આ ગાર્ડનમાં બે માળનું જિમ બનાવવામાં આવશે, જેમાં કસરત માટેનાં અદ્યતન સાધનો સાથે જીમમાં ટ્રેનર પણ હશે આ જિમ લોકો ફ્રી ઉપયોગ કરી શકાશે.

અમદાવાદનું ઐતિહાસિક ગાર્ડન થયું રિડેવલપ જાણો કઈ કઈ સુવિધા થશે ઉપલબ્ધ

40 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલું: પરિમલ ગાર્ડનને રિડેવલપ કરી નાનું કરવામાં (Ahmedabad Parimal Garden Redevelopment) આવ્યું છે. ગાર્ડનને અડીને આવેલા કલ્યાણ જવેલર્સ તરફનો રસ્તો 15 ફૂટ ખુલ્લો મુકવામાં આવશે, જેના કારણે રોડ પરની ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જશે. પરિમલ ગાર્ડન શહેરનું પહેલું એવું ગાર્ડન હશે જેમાં લોકો વોકિંગ બાદ અથવા પહેલાં પણ આવીને કસરત કરી શકશે, અને તળાવની આસપાસ 10 જેટલા બાંકડા પણ મૂકવામાં આવશે.

કસરતનાં સાધનો મુકાશે: પરિમલ ગાર્ડનમાં ઊભી કરવામાં આવનારી સુવિધાઓ ગાર્ડનમાં બેસવા માટે નેચર કોર્નર ગજેબો, ગાર્ડન અને ફૂલોની માહિતી આપતી એક ડિસ્પ્લે, ટોઇલેટ બ્લોક, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, પાર્કિંગ ઝોન, જે ગાર્ડનની અંદર જ બનાવવામાં આવશે. ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે સ્પોર્ટ્સ એરિયા, ઓપન થિયેટર, યોગ કરવા માટે યોગ એરિયા પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો:દ્વારકાના ગઢેચી ગામની હાલત દયનીય, ચોમાસામાં દર વર્ષે થાય છે સંપર્ક વિહોણું

ગાર્ડનમાં જ પાર્કિગ સુવિધા ઉપલબ્ધ:મોટાભાગના ગાર્ડનમાં બહાર પાર્કિંગ સુવિધા હોય છે, પરંતુ પરિમલ ગાર્ડનમાં અંદર પાર્કિગની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેમાં અંદાજિત 50 જેટલી કાર અને 50 જેટલા બાઇક પાર્ક કરી શકાશે. ગાર્ડનનું 90 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details