ગુજરાત

gujarat

ETV Bharat / city

Child Custody Case Gujarat: માતાપિતા બાળ માનસને ભ્રમિત કરવાના પ્રયાસ કરે નહીં - હાઈકોર્ટ - ગુજરાત હાઈકોર્ટનો આદેશ

અમેરિકામાં રહેતી માતાએ ભારતમાં પિતા સાથે રહેતા બાળકની કસ્ટડી (Child Custody Case Gujarat) માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો કે બાળક અને માતા વચ્ચે વિડીયો કોન્ફરન્સથી થતી વાતચીત ચાલું રાખવામાં આવે. સાથે જ કહ્યું કે બાળકના હકનુ માતાપિતાએ ધ્યાન રાખવું પડશે. માતા અને પિતા બાળ માનસને ભ્રમિત કરવા માટેના પ્રયાસ કરે નહીં.

માતાપિતા બાળ માનસને ભ્રમિત કરવાના પ્રયાસ કરે નહીં - હાઈકોર્ટ
માતાપિતા બાળ માનસને ભ્રમિત કરવાના પ્રયાસ કરે નહીં - હાઈકોર્ટ

By

Published : Apr 7, 2022, 4:03 PM IST

અમદાવાદ: અમેરિકામાં રહેતી માતાએ ભારતમાં પિતા સાથે રહેતા બાળકની કસ્ટડી (Child Custody Case Gujarat) માટે હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ મામલે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, માતા અને બાળક વચ્ચેની વિડીયો કોન્ફરન્સિંગથી વાત ચાલું રાખવામાં આવે. આ દંપતિ લગ્ન બાદ અમેરિકા (Gujaratis In America) ગયું હતું. બાદમાં પતિ ભારત પરત આવી ગયો હતો અને પત્ની અમેરિકામાં જ રહેવા માંગે છે. તો હવે માતા તેના બાળકની કસ્ટડી માંગી રહી છે.

પત્ની અમેરિકામાં જ રહેવા માંગે છે- આ મામલે પતિના વકીલે રજૂઆત હતી કે, અમેરિકામાં રહેતી માતા સાથે બાળકની વિડીયો કોન્ફરન્સથી 2 વાર વાત કરાવી છે. આ રીતે મા અને બાળક વચ્ચેની મુલાકાત સામે પતિને કોઈ વાંધો નથી. પત્નીને અમે જ અમેરિકા અભ્યાસ માટે મોકલી હતી. હવે, પત્ની અમેરિકામાં જ રહેવા માંગે છે. પત્ની દ્વારા જે પણ રજૂઆત થાય છે તે ખોટી છે.

આ પણ વાંચો:કોરોનાથી મૃત્યુ પામેલા પિતાને નાની બાળકી રોજ કરે છે ફોન પર ફોન, પણ...

માતા અને બાળક વચ્ચે વિડીયો કોન્ફરન્સથી વાતચીત ચાલું રાખો- તો સામા પક્ષની રજૂઆત એ હતી કે, બાળક અને માતા વચ્ચે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત થયા બાદ, પિતા દ્વારા બાળક સાથે અયોગ્ય વર્તન કરાયું છે, જે બાળકના માનસને અસર કરી શકે છે. હાઈકોર્ટે આદેશ (Order of Gujarat High Court) કર્યો છે કે, બાળક અને માતા વચ્ચે વિડીયો કોન્ફરન્સથી થતી વાતચીત ચાલું રાખો. પિતા દ્વારા બાળક સામે કોઈપણ પ્રકારનુ ખોટું ચિત્ર ઊભું કરવાના પ્રયાસ થાય નહીં.

આ પણ વાંચો:બાળપણમાં આપવામાં આવેલી સલાહ આદર્શ જીવનશૈલીનું મૂળ હોય છે

માતાપિતાનો પ્રેમ મળે તે દરેક બાળકનો હક- આ બાબતે હાઈકોર્ટેનું અવલોકન હતું કે, દરેક બાળકને હક (rights of the child) છે કે તેને માતા અને પિતાનો પ્રેમ અને હૂંફ મળે. આ કેસમાં માતાપિતા સાથે રહેવા માટે સહમત થતા નથી તે વાત અલગ છે. પરંતુ બાળકના હકનુ માતાપિતાએ ધ્યાન રાખવું પડશે. માતા અને પિતા બાળ માનસને ભ્રમિત કરવા માટેના પ્રયાસ કરે નહીં.

ABOUT THE AUTHOR

...view details