અમદાવાદ:ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. ચોપડા ચોપડીઓ(Books and Textbooks Becomes Expensive) લેવા માટે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. તે દરમિયાન આ વર્ષે બુક અને સ્ટેશનરીના ધંધામાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઘરાકી દેખાઈ રહી છે. જ્યારે બુક અને સ્ટેશનરીના ધંધામાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ(Stationary Business were in Loss) હતો. કારણ કે છેલ્લા વર્ષે સરકારે માસ પ્રમોશન(Government Approve Mass promotion ) આપ્યું હોવાથી ધંધો મંદીની સ્થિતિમાં હતો. આ દરમિયાન શિક્ષણમાં પણ મોંઘવારી જોવા મળી છે.
આ પણ વાંચો:સિદ્ધુએ હાથી પર કર્યુ પ્રદર્શન: મોંઘવારી સામે કોંગ્રેસીઓનો વિરોધ
આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ચોપડા અને ચોપડીઓમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે વાલીઓના માથે વધારે બોજો(Excessive Education burden on parents) ઝીંકાયો છે. ત્યારે વેપારી અતુલ શાહ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા ચોપડા અને ચોપડીઓમાં વધારો જોવા મળ્યો છે તેમજ છેલ્લા 10 વર્ષથી બજારમાં ચોપડીઓની અછત જોવા મળી હતી. એ જોવા નથી મળી રહી ત્યારે આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરતા પ્રમાણમાં ચોપડીઓ આપવામાં આવી છે.