ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારના 25 ટકા સ્કૂલ ફી માફીના નિર્ણયથી વાલીમંડળ નારાજ - વાલીમંડળ

કોરોના વાઇરસના સંક્રમણમાં લોકડાઉન દરમિયાન અનેક લોકોના કામધંધા બંધ થઈ ગયાં હતાં. અત્યારે લોકોની આવક ખૂબ જ ઘટી ગઈ છે, આવા સમયે શાળાઓ બંધ છે. ત્યારે ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફીની માગણી કરી રહી છે. તેથી ફીમાં રાહત મુદ્દે વાલીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકાર પાણીમાં બેસી જતાં વાલીમંડળ હાઇકોર્ટમાં ગયું હતું.

parents angry over school fee
કોરોના કાળમાં 25 સ્કૂલ ફી માફીના ગુજરાત સરકારના નિર્ણયથી વાલીમંડળ નારાજ

By

Published : Sep 30, 2020, 3:09 PM IST

Updated : Sep 30, 2020, 4:18 PM IST

અમદાવાદઃ હાઈકોર્ટે ગુજરાત સરકાર ફીના મુદ્દે નિર્ણય લેવા સ્વતંત્ર અને સક્ષમ છે, તેમ જણાવ્યું હતું. હાઇકોર્ટમાં અપીલ કરેલા વાલીમંડળ સાથેની ચર્ચા વિચારણા બાદ આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મિટિંગમાં ફી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ખાનગી શાળાઓ 25 ટકા ફી માફ કરે, આ ઉપરાંત ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી શાળાઓ લઇ શકશે નહીં. જો કે, વાલીમંડળ સરકારના નિર્ણયથી નારાજ છે કારણ કે, તેમની માગ 50 ટકા ફી માફ કરવાની હતી.

કોરોના કાળમાં 25% સ્કૂલ ફી માફીના ગુજરાત સરકારના નિર્ણયથી વાલીમંડળ નારાજ

વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સરકાર પાસે 1500 કરોડનું વણવપરાયેલું ભંડોળ છે. તેઓ વધુ 25 ટકા ટકા ફી માફી આપી શકે છે. પરંતુ સરકારે તેમ કર્યું નથી. હજુ વાલીમંડળ પાસે હાઇકોર્ટમાં ફરી જવાનો માર્ગ મોકળો છે.

વાલીમંડળની 50 ટકા ફી માફીની હતી માગણી
Last Updated : Sep 30, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details