અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફને યોગ્ય સગવડ ન મળતાં વિરોધ - હોબાળો
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીવાળી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં અનેક પોઝિટીવ કેસના દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર કરવા પેરામેડિકલ સ્ટાફ સહિતના ડોકટર 24 કલાક ખડેપગે રહે છે ત્યારે પેરામેડિકલ સ્ટાફને જ જરૂરિયાતની સગવડ ન મળતાં ચિંતા વ્યક્ત થઈ હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફને યોગ્ય સગવડ ન મળતાં વિરોધ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં અનેક લોકો 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.જોકે જ્યાં તેમને માટે જરૂરિયાતની ચીજવસ્તુઓની સગવડ કરવામાં કોઇ ધ્યાન આપી રહ્યું નથી. જેમ કે માસ્ક, સેનિટાઈઝર ઉપરાંત જમવાની કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમના દ્વારા માગણી કરતાં પણ તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવતો તેથી તમામ સ્ટાફ રોષે ભરાયો છે અને હોસ્પિટલમાં જ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.