કોરોનાવાઇરસ ઇફેક્ટ : અમદાવાદ શહેરના મોટાભાગના પાન પાર્લર બંધ - કોરોના વાઈરસ
અમદાવાદમાં કોરોનાવાઇરસને લગતા કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પહેલાથી પણ વધુ સજાગ થઇ ચૂક્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના પાન પાર્લર 31, માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદઃ કોરોના વાયરસ લોકોના ખાસવા, છીંકવા તેમજ પ્રવાહી દ્વારા ફેલાતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર ખૂબ જ સતર્ક થઇ ચૂક્યુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પાન પાર્લર વિશેષ સંખ્યામાં હોવાથી અને ત્યાં લોકો પાન-મસાલા ખાઈને થૂંકતા હોવાથી કોરોના વાયરસ ફેલાવવાનો ડર સૌથી વધુ રહે છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાએ પાન પાર્લરને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. તથા જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પર દંડની રકમ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે.