ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચારને લઈને પાલ આંબલીયાના સરકાર પર પ્રહાર - પ્રધાનમંત્રી પાક વીમા યોજના

રાજ્ય સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચાર ( Pal Ambalia hits out at government over corruption ) થયો હોવાનો ગુજરાત કોંગ્રેસ કિસાન પાંખ (Gujarat Congress Kisan wing ) દ્વારા આક્ષેપ થયો હતો. પાલ આંબલીયાએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના ( Pradhan Mantri Crop Insurance Scheme )માં ભ્રષ્ટાચાર મામલે સરકાર પર પ્રહાર કર્યા હતાં.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચારને લઈને પાલ આંબલીયાના સરકાર પર પ્રહાર
પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચારને લઈને પાલ આંબલીયાના સરકાર પર પ્રહાર

By

Published : Oct 6, 2022, 9:28 PM IST

અમદાવાદપાલ આંબલીયાએ જણાવ્યું ( Pal Ambalia hits out at government over corruption ) હતું કે 2016 થી આ યોજના અમલમાં આવી હતી. ત્યારબાદ 2019માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઇ હતી ત્યારે સરકારી વીમા કંપનીઓએ કરેલ અરજી કરવાની ના પાડી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના ( Pradhan Mantri Crop Insurance Scheme ) જ્યારથી આવી છે ત્યારથી પાક વીમાયોજનાની જગ્યાએ કિસાન ફરસાદા યોજના હોય તેવું લાગી રહ્યું છે. એવું એટલા માટે લાગે છે કે આ યોજના જ્યારથી અમલમાં આવી છે ત્યારથી ખેડૂતોએ સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

વીમો મંજૂર થયો છે તે તાત્કાલિક ચુકવો

વીમા કંપનીઓ એના કાયદા અને નિયમનો અમલ કરતી નથી સરકારને વારંવાર રજૂઆત કરવી પડી છે કે વીમા કંપનીઓ એના કાયદા અને નિયમનો અમલ કરતી નથી અને એના ભાગરૂપે હાઇકોર્ટ 30 તારીખે જે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને લઈને જે વાત છે તે 2019ની છે. 2019 માં જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે ખેડૂતો અરજી કરવા માટે જિલ્લાના ખેતી નિયામક પાસે, ખેતીવાડી અધિકારી પાસે, કલેક્ટર પાસે ધક્કા ખાતા હતા અને એની સાથે વીમા કંપનીઓની ઓફીસ ન હોવાના કારણે કોઈ અરજીનો સ્વીકાર કરતું ન હતું.

ખેડૂતોનું ઉપવાસ આંદોલન આવા સમયે ખેડૂત આગેવાનોએ ઉપવાસ આંદોલન કર્યું અને ત્યારબાદ તેમની અરજી રાજ્ય સરકારે સ્વીકારી. પરંતુ એ અરજીનો સ્વીકાર કરવાની વીમા કંપનીઓએ ના પાડી દીધી. એટલે એના વિરુદ્ધમાં ખેડૂતો ગુજરાત હાઇકોર્ટમાં ગયા અને ત્યારે જ હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે ખેડૂતોને પાક વીમા ચૂકવો.જ્યારે સમગ્ર કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારે કોર્ટ એક અર્થમાં એવું પણ કહ્યું હતું કે આ તમામ બાબતો ધ્યાનમાં આવવા છતાં પણ સરકાર કોઈ પગલા નથી લેતી એટલે સરકાર કોઈ બીજી દુનિયામાં જીવી રહી છે. હાઇકોર્ટના આદેશની સાથે જ રાજ્ય સરકારે વીમા કંપનીઓને આદેશ કર્યો કે ખેડૂતોને પાક વીમા ચૂકવો ત્યારે યુનિવર્સલ નામની વીમા કંપની કોર્ટમાં ગઈ હતી.

આ સમગ્ર મામલાને ( Pradhan Mantri Crop Insurance Scheme ) લઈને કોર્ટે 30 તારીખે ચુકાદો આપ્યો હતો કે ચાર અઠવાડિયાની અંદર વીમા પ્રીમિયમ જે સરકાર છે તે કંપનીને આપતી નથી તે તાત્કાલિક સરકાર તેમને આપે અને ત્યારબાદ એક અઠવાડિયામાં કંપનીઓ ખેડૂતોને પાક વીમા ચૂકવે.

12 લાખ ખેડૂતોને હજુ સુધી પ્રીમિયમ મળ્યું નથી2020 જ્યારે આ યોજના બંધ ( Pradhan Mantri Crop Insurance Scheme ) થઈ હતી ત્યારે ગુજરાતમાં 12 લાખ ખેડૂતોને હજુ સુધી પ્રીમિયમ મળ્યું નથી. યોજના બંધ થઈ ગઈ પરંતુ ચાર ચાર વર્ષ વીતવા છતાં પણ ખેડૂતોને વીમા કંપની તરફથી પ્રીમિયમ પાછું મળ્યું નથી. અમારી ( Pal Ambalia hits out at government over corruption ) ખેડૂતો તરફથી સરકાર પાસે એ જ માંગ છે કે અમને જે પ્રીમિયમના પૈસા પાછા મળ્યા નથી એ પ્રીમિયમના પૈસા અમને તાત્કાલિક પાછા આપવામાં આવે. જે આઠ તાલુકાનો વીમો મંજૂર થયો છે તે તાત્કાલિક ચુકવો અને હાઇકોર્ટ સમક્ષ જેટલા કેસો છે તેનો તાત્કાલિક નિકાલ લાવીને વીમા (Gujarat Congress Kisan wing ) તાત્કાલિક ચુકવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details