અમદાવાદક્રાઇમ બ્રાંચની (Ahmedabad Crime Branch) કસ્ટડીમાં જોવા મળતા કાળા બુરખામાં રહેલા અબ્દુલ વહાબ પઠાણ પાકિસ્તાનનો જાસૂસ (Pakistani spy arrested from Ahmedabad) છે. 72 વર્ષનો અબ્દુલ વહાબ પહેલી નજરે વૃદ્ધ અને લાચાર વ્યક્તિ લાગે પણ તે દેશ વિરોધી માહિતી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ (Spy sending information to Pakistani intelligence) મોકલતો હતો.
આરોપી માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતોઆરોપીએ સરકારી વેબસાઇટ ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરી દળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની (Ex Servicemen and Senior Officers in Armed Forces) માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સિમકાર્ડ નંબર ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર (Pakistan Intelligence Officer) શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબએ ખરીદેલા સિમ કાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો. જેનાથી વોટ્સએપ એક્ટિવ (Anti National Information via Whats app Pakistan) કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.
અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનનો રહેવાસી પકડાયેલો પાકિસ્તાની જાસૂસઅબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનો રહેવાસી છે, પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના કાલુપુર ખજૂરી મસ્જિદની ( Kalupur Khajuri Masjid) ગલીમાં પરિવાર (A Spy family in street of Kalupur Khajuri Masjid ) સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પણ વર્ષ 2010 નિવૃત્ત થયો છે. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવવા ન્યુ દિલ્હી ગયો હતો. તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો. પૈસા માટે પાકિસ્તાન જાસૂસ બન્યો હતો.