ગુજરાત

gujarat

ETV Bharat / city

પાકિસ્તાની યુવતીએ અમદાવાદી પ્રેમી માટે સરહદ વટાવી, હવે જેલમાં કાપવી પડશે સજા - એસઓજી

ફિલ્મ જેવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં જ્યાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ભારતની સરહદ ગેરકાયદેર પાર કરી ભારતમાં ઘુસી અમદાવાદમાં રહેતી હતી, જેની SOGએ ગુનો નોધીને ધરપકડ કરી છે. આવી રીતે કોઈ પણ પાકિસ્તાનથી ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરી જાય તે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. બે વર્ષથી પાકિસ્તાની યુવતી અહીં ગેરકાયદેસર રહેતી હોવા છતાં પોલીસને કોઈ જાણ ન હતી.

પાકિસ્તાની યુવતીએ અમદાવાદી પ્રેમી માટે સરહદ વટાવી, હવે જેલમાં કાપવી પડશે સજા
પાકિસ્તાની યુવતીએ અમદાવાદી પ્રેમી માટે સરહદ વટાવી, હવે જેલમાં કાપવી પડશે સજા

By

Published : Nov 27, 2020, 1:31 PM IST

  • પાકિસ્તાની યુવતીએ અમદાવાદી પ્રેમી માટે સરહદ વટાવી
  • બે વર્ષ પહેલા પ્રેમી સાથે કર્યા હતા લગ્ન, બે બાળક પણ હતા
  • પ્રેમીનું કોરોનાથી મોતના કારણે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો
  • સોશિયલ મીડિયા પર પ્રેમ થતા યુવતી આવી હતી અમદાવાદ
  • બે વર્ષથી અમદાવાદ રહેતી છતા પોલીસને કોઈ જાણ નહતી
  • યુવતી કેવી રીતે અમદાવાદ આવી તે અંગે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ


અમદાવાદ: "એ પ્યાર યે તૂને ક્યા કિયા" જેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે. જ્યારે એક પાકિસ્તાની મહિલા એક અમદાવાદી યુવકના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે ના દેશ જોયો ના દેશની સરહદ. આ યુવતી માત્રને માત્ર પોતાના પ્રેમી માટે ભારતની સરહદ ગેરકાયદેસર ઓળંગી અમદાવાદ આવી પહોંચી હતી અને અહીં રહેતી હતી. જોકે એસઓજીએ આ વાતની નોંધ લઈ યુવતીની ધરપકડ કરી છે. આમ, તો સોશિયલ મીડિયા દ્વારા બનતા સંબંધોમાં એટલી વાસ્તવિકતા હોતી નથી, પરંતુ કેટલીક વાર લોકો એટલી હદ પાર કરી દે છે કે જેને જોતા નવાઈ લાગે. આ પાકિસ્તાની યુવતીને અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ ગયો હતો, પરંતુ હવે આ યુવતીએ પ્રેમની કિંમત જેલમાં સજા કાપીને ભોગવવી પડશે.

જુઓ... કેવી રીતે પહોંચી યુવતી અમદાવાદ??

કેરોલ નામની યુવતી અમદાવાદના સુજિત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં પ્રવેશ કરી અહીં વસવાટ કરતી હતી. વર્ષ 2018માં અહીં આવી લગ્ન કરી સુખી જીવન જીવતા હતા, પરંતુ આ પ્રેમ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પતિ સુજિતનો કોરોનાએ જીવ લીધો. કેરોલ અહીં આવી ત્યારે તેના પૂર્વ લગ્નથી થયેલા 2 બાળકો લઈ ને આવી હતી . તેના પાકિસ્તાનમાં પહેલા લગ્નમા છૂટાછેડા થઈ ગયા હતા. આ તરફ સુજિતના પણ છુટાછેડા થઈ ગયા હતા, જેને પણ એક દીકરી હતી, કેરોલ અને સુજિત સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા અને પ્રેમ પાંગર્યો હતો. બંનેએ લગ્ન કરવાનું નકકી કર્યું હતું. આથી કેરોલ પોતાના બંને બાળકો સાથે સુજિતની મદદથી પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. બંનેએ કચ્છ ખાતે લગ્ન કર્યા હતા અને અમદાવાદના નવરંગપુરા ખાતે રહેતા હતા.

આવી રીતે પાકિસ્તાની યુવતીનો ભાંડો ફૂટ્યો...
પ્રેમ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સુજિતનું 4 માસ અગાઉ કોરોનાના કારણે મોત થયું. સુજિતનું કોરોનાના કારણે મોત થતા સુજિતના પહેલા લગ્ન ન સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુજિતના પહેલા લગ્નના સાળાએ સીઆઇડી ક્રાઈમ આઈબી ગૃહ વિભાગમાં અરજી કરી હતી અને જાણ કરી હતી કે, કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબજો મેળવવો છે, જે બાદ ATSએ તપાસ કરી અને એસઓજીએ ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી છે.

કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછતા તે સુજિત માથે દોષનો ટોપલો ઢોલી રહી છે. હવે સુજિતનું મોત થઈ ચૂક્યું છે. આથી પોલીસને એ દિશામાં તપાસ કરવામાં જહેમત ઊઠાવવી પડી રહી છે. તો પોલીસે કેરોલની ધરપકડ કરી ઘરનું સર્ચ કરતા 3 લોકર હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં એ લોકર અંગે તપાસ કરવામાં આવશે અને જાસૂસી કેસ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે. પોલીસ તપાસમાં એ ખુલાસો થયો છે કે, કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી, જે બાદ તેના પ્રથમ લગ્નમાં છૂટાછેડા થઈ ગયા હતા. કેરોલ પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તે પ્રેમ પામવા સીમાડા વટી ભારત આવી પરંતુ હવે આગળની જિંદગી જેલમાં ગુજારવી પડશે.

ABOUT THE AUTHOR

...view details