અમદાવાદઃ અમદાવાદમાં રહેતી કલગી શાહે ચોખાના દાણાઓથી ચિત્ર (Painting on rice )દોરવા માટે પોતાની ચિત્રકળાની આવડતથી અલગ અલગ 10 કેટેગરીમાં ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં (Gujarat University Art Gallery) આજે ચોખાના દાણા પર 45 જેટલા ચિત્રો (Rice Paintings by Ahmedabad Kalgi Shah) પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં હતાં.
કલગીએ અલગ અલગ 10 કેટેગરીમાં ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું 2012માં ચિત્ર દોરવાની શરૂઆત કરી - કલગી શાહે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતુ કે,2012માં 112 વર્ષના જૈન સાધુના જન્મ દિવસે મેં ચિત્ર દોરીને ગિફ્ટમાં આપ્યું હતું. ત્યારે મને બીજા આવા ચિત્ર દોરવાનું પ્રોત્સાહન મળ્યુ હતું.ત્યારથી ધીમે ધીમે ચિત્રો (Painting on rice )દોરવાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ દિલ્હીમાં છવાઈ 'કચ્છી ઓલ્ડ કાર્ટ', આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં 61 દેશને પાછળ મૂકી ભૂજના ચિત્રકારે વગાડ્યો ડંકો
2019થી ચોખાના દાણાથી ચિત્રો દોરવાની શરૂઆત- 2019માં ચોખાના દાણાઓથી ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. જે આજે 50થી ચિત્રો અલગ અલગ કેટેગરીમાં દોર્યા છે. આ ચિત્રોમાં હેરિટેજ, કુદરતી, દેશના મહાનુભાવો, બુદ્ધ ભગવાન, ગણપતિ, વિવિધ પ્રકારના ફૂલ જેવા અનેક ચિત્રો બનાવ્યાં છે. જેને પ્રદર્શનમાં મુકવામાં આવ્યાં હતાં.
સરદાર પટેલની આ કૃતિ પણ વખણાઇ છે આ પ્રદર્શનમાં ખાસ કરીને સરદાર પટેલ, ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીનું ચિત્ર (Painting of PM Narendra Modi on rice grains) આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જે ચિત્રોના (Painting on rice )કારણે ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં (India Book of Records) નામ નોંધાયું છે.
ચોખાના દાણાથી બનાવ્યાં ગણપતિ આ પણ વાંચોઃ
Women's Day 2022: સુરેન્દ્રનગરમાં 15,000 હેન્ડ ગ્લવ્ઝથી બનાવાયું લતા મંગેશકરનું ચિત્ર, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ નોંધ