ગુજરાત

gujarat

ETV Bharat / city

Painting Exhibition at Ahmedabad: સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ એવું તે શું કર્યું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો - Painting Exhibition at Ahmedabad

અમદાવાદમાં આવીને મૂળ સુરેન્દ્રનગરની ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાની આવડતથી હાઈ રેન્જ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Painting Exhibition at Ahmedabad) બનાવ્યો છે. વિદ્યાર્થિની સાનવી સંઘવીએ પોતાની ચિત્રકળાની આવડતથી 101 દિવસમાં અનેક ચિત્ર (Surendranagar Student World Record) દોર્યા છે.

Painting Exhibition at Ahmedabad: સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ એવું તે શું કર્યું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો
Painting Exhibition at Ahmedabad: સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ એવું તે શું કર્યું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો

By

Published : Apr 23, 2022, 9:31 AM IST

અમદાવાદઃ શહેરના હઠીસિંગ વિઝ્યુલ આર્ટ સેન્ટર ખાતે એક્ઝિબિશન કાર્યક્રમ (Exhibition program at Hathisingh Visual Arts Center) યોજાયો હતો, જેમાં વિવિધ ચિત્રોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. અહીં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ધોરણ 5માં અભ્યાસ કરતી સાનવી સંઘવીએ પોતાની ચિત્રકળા પ્રદર્શનમાં (Painting Exhibition at Ahmedabad) મૂકી હતી. સાનવીએ પોતાની આવડતથી 101 દિવસમાં 101 ચિત્ર દોરી હાઈ રેન્જ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ(Surendranagar Student World Record) કર્યો છે.

માત્ર 3 વર્ષની ઉંમરે ચિત્ર દોરવાની શરૂઆત કરી

આ પણ વાંચોઃNail Bed Art Practice : અણીદાર ખીલા પર સુઈ માતા-પુત્રી મુશ્કેલ આર્ટ સહેલાઈથી કરી લે છે

માત્ર 3 વર્ષની ઉંમરે ચિત્ર દોરવાની શરૂઆત કરી -સાનવી સંઘવીએ ETV BHARAT સાથેની વાતમાં જણાવ્યું હતું કે, મને એક્ઝિબિશન (Painting Exhibition at Ahmedabad) જોવાથી ચિત્ર દોરવાની ઈચ્છા થઇ હતી અને કોરોના કાળમાં મેં તે સમયનો ઉપયોગ કરીને ચિત્ર દોર્યા હતા. આજે મેં કુલ 108 ચિત્ર દોર્યા છે, જેમાંથી 101 દિવસમાં 101 ચિત્રનો રેકોર્ડ કર્યો છે.

સુરેન્દ્રનગરની ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાની આવડતથી હાઈ રેન્જ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કોરોનાકાળનો સદઉપયોગ કર્યો હતો -સાનવીના પિતા સંજય સંઘવીએ જણાવ્યું હતું કે, બધા બાળકો કોરોના લૉકડાઉનમાં કોઈ ગેમ રમતું હશે, પરંતુ સનવીએ તે સમયનો ઉપયોગ કરી ચિત્ર દોર્યા હતા. તે ભાવનગરના આર્ટિસ્ટ તરુણ કોઠારીના માર્ગદર્શનથી આટલી સારી રીતે ચિત્ર દોરી શકી છે. આથી તેને 101 દિવસમાં 101 ચિત્ર દોરી હાઈ રેન્જ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો (Surendranagar Student World Record) છે. આગામી સમયમાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ બની ગુજરાત અને દેશનું નામ રોશન કરવાની ઇચ્છા છે.

સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ કોરોના કાળનો સદઉપયોગ કર્યો
સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ કોરોના કાળનો સદઉપયોગ કર્યો

આ પણ વાંચોઃસુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

મહાનુભાવ, રાજકીય નેતાના ચિત્રો દોર્યા છે -સાનવી સંઘવીએ 101 ચિત્રમાં ભગવાન બુદ્ધ, ગણેશજી, સરસ્વતીજી, શિવજી, મેગ્લોલિયા ફ્લાવર, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, સુભાષચંદ્ર બોઝ, લતા મંગેશકર, વિરાટ કોહલી જેવા ચિત્રો દોર્યા છે. આ ચિત્રમાં તેને સ્કેચ કલર,પેન્સિલ કલર,ઓઇલ પેસ્ટ,પેન્સિલ સેડિંગની મદદથી દોર્યા છે.

ABOUT THE AUTHOR

...view details