- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ
- ગુજરાત કોરોના મુક્ત બને તેવી કરી પ્રાર્થના
- અષાઢી બીજ પર કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છા આપી
અમદાવાદ : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani) આજે સવારે 7:00 રથયાત્રાની મહત્વની ગણાતી એવી પાહિંદ વિધિ કરી હતી સાથે જ તેઓએ ભગવાન જગન્નાથજી પાસેથી ગુજરાત રાજ્ય જલ્દીથી જલ્દી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પણ પ્રાર્થના કરી હતી.
સીએમ વિજય રૂપાણીએ 5મી વખત કર્યું પહિંદ વિધિ પૂજન
રથયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પાહિંન્દ વિધી કરવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ સતત પાંચમી વખત રથયાત્રામાં પાહિંદવિધિ કરવામાં આવી હતી.આ સાથે જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર હતા. રથયાત્રાની પાહિંદ વિધિ દરમિયાન પણ રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં સહભાગી થયા હતા. અષાઢીબીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથયાત્રાના મંદિરની પ્રસ્થાન માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી.
ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાહિંદવિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય જલદીમાં જલદી કોરોના મુક્ત રાજ્ય બને તે બાબતે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવી છે આમ દેશ અને રાજ્યમાં કોરોના મુક્ત દેશ અને રાજ્ય બને તેવી પણ પ્રાર્થના ભગવાન જગન્નાથજી પાસે કરવામાં આવી છે.
આ પણ વાંચો : jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી