- રિવરફ્રન્ટ ખાતે ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનો થયો છે પ્રારંભ
- 2017માં ગેનાભાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો
- અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ગેનાભાઈએ ઓર્ગેનિક દાડમ વેચ્યા
અમદાવાદઃ ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનો પ્રારંભ રિવરફ્રન્ટ ખાતે થયો છે. સમગ્ર ગુજરાતમાંથી ઓર્ગેનિક કૃષિપેદાશો લઇને ખેડૂતો અહીં વેચવા આવ્યાં છે. ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના ગોળિયા ગામથી દિવ્યાંગ ગેનાભાઇ પટેલ પોતાના ખેતરમાં ઉગેલા ફ્રેશ અને ઓર્ગેનિક દાડમ વેચવા આવ્યા હતા. ગેનાભાઈને ઉન્નત ખેતી વિકાસ બદલ 2017માં પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન, રાજ્યપાલ, નાયબ મુખ્ય પ્રધાન અને રાજય કૃષિ પ્રધાનની પણ આ ફેસ્ટિવલમાં તેઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગેનાભાઈએ જણાવ્યું હતું કે, આ મેળાનું આયોજન કરવા બદલ તેઓ સરકારના આભારી છે. અમદાવાદ શહેરમાં જ્યાં ઉભા રહેવા પણ જગ્યા ન મળે, તેવા પ્રાઇમ લોકેશન પર આ મેળાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા
ગેનાભાઈ આ ફેસ્ટિવલમાં 100 રૂપિયા કિલો ઓર્ગેનિક દાડમ વેચી રહ્યા છે