ગુજરાત

gujarat

ETV Bharat / city

Padma Shri Award 2022: આદિવાસી સમાજની મહિલાઓ માટે કામો કરવા માંગે છે પદ્મશ્રી રમીલાબેન ગામિત - ગુજરાતમાં આદિવાસી સમુદાય

અમદાવાદના શાસ્ત્રીનગરમાં રમીલાબેનનું પદ્મશ્રી પુરસ્કાર (Padma Shri Award 2022) બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમણે આદિવાસી સમાજ અને મહિલાઓ માટે કરેલા કામો વિશે જણાવ્યું હતું. તેમણે આદિવાસી સમાજની મહિલાઓને પગભર કરવાના તેમના ઉદ્દેશ વિશે પણ વાત કરી હતી.

Padma Shri Award 2022: આદિવાસી સમાજની મહિલાઓ માટે આ કામો કરવા માંગે છે પદ્મશ્રી રમીલાબેન ગામિત
Padma Shri Award 2022: આદિવાસી સમાજની મહિલાઓ માટે આ કામો કરવા માંગે છે પદ્મશ્રી રમીલાબેન ગામિત

By

Published : Mar 30, 2022, 7:12 PM IST

અમદાવાદ: આદિવાસી સમાજ મહિલા રમીલાબેન ગામિતને સમાજ સેવા તરીકે રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી (Padma Shri Award 2022) પુરસ્કાર મળ્યો હતો. તેમને 2017માં સશક્તિ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. 10 વર્ષ સુધી સમાજ સેવા કરવા બદલ તેમને આ ઇનામ મળ્યું હતું. રમીલાબેન ગામિત (padma shri ramila ben gamit) અન્ય સમાજની બહેન માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

રમીલાબેનનું પદ્મશ્રી પુરસ્કાર બદલ અભિવાદન કરવામાં આવ્યું.

10 વર્ષ સુધી આદિવાસી સમાજ માટે કામ કર્યું- અમદાવાદના શાસ્ત્રીનગરમાં રમીલાબેનનું પદ્મશ્રી પુરસ્કાર બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાની આ સફળતા માટે કોનું યોગદાન મહત્વનું રહ્યું તે વિશે વાત કરી હતી. પદ્મશ્રી એવોર્ડ મેળવનારા રમીલાબેન ગામિતે જણાવ્યું હતું કે, 10 વર્ષ સુધી સમાજ માટે કામ કર્યું છે. મેં સમાજને આગળ લાવવા માટે આરોગ્ય ક્ષેત્રે (Tribal Health In Gujarat), શિક્ષણ ક્ષેત્રે (tribal education gujarat), બેટી બચાઓ બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા કામો કર્યા છે.

આ પણ વાંચો: Padma Shri Savji Dholkiya : મારું સપનું છે કે 100 વર્ષ સુધી જીવિત રહું અને રાષ્ટ્ર માટે વધુ 40 વર્ષ કામ કરું

જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને આપ્યો શ્રેય-તેમણે જણાવ્યું કે, આ કામો થકી 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સશક્તિ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જ્યારે થોડાક દિવસ પહેલા જ સમાજસેવા માટે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કહ્યું કે, સમાજને આગળ લાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન (swachh bharat abhiyan)માં જોડાયેલા તાપી જિલ્લાના કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારીએ મને કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે આજે હું આ પદ્મશ્રી પુરસ્કાર મેળવી શકી છું.

આ પણ વાંચો:Padma Awards 2022: સ્વામી સચ્ચિદાનંદ સહિત ગુજરાતના 8 અને દેશના 128 મહાનુભાવો પદ્મ પુરસ્કારથી સન્માનિત

આદિવાસી સમાજની બહેનોને પગભર કરવાનો ઉદ્દેશ- હાલમાં આદિવાસી સમાજ (Tribal Community In Gujarat)ની દરેક મહિલા મારી સાથે છે. મારો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની મહિલાને સીવણ ક્લાસ, કડીયા કામ, બ્યુટી પાર્લર જેવી તાલીમ આપી પગભર કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રમીલાબેને ઘણા બધા સંઘર્ષો વેઠીને આદિવાસી મહિલાઓ (empowerment of tribal women in gujarat) માટે કામ કર્યું છે. રમીલાબેન આજે દરેક સમાજની મહિલા માટે પ્રેરણા સ્ત્રોત છે.

ABOUT THE AUTHOR

...view details