- 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ
- મહિલા દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે
- ગુજરાતના પાબીબેન રબારી 45 દેશમાં કરે છે વ્યવસાય
અમદાવાદઃ કચ્છના નાનકડા ગામમાંથી આવનારા પાબીબેન સંઘર્ષ કરીને 1200 રૂપિયાથી પોતાના જીવનની શરૂઆત કરી હતી. જેમનું આજે 30 લાખનું ટર્ન ઓવર છે. જે આવનારી પેઢીને પ્રેરણા આપી રહી છે.
પોતાની મહેનતથી 4 વર્ષમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ શરૂ કર્યો સુઈ-ધાગા ફિલ્મનો લોગો તૈયાર કરનારા પાબીબેન છે
પોતાની હસ્તકલાની મહેનતના કારણે પાબીબેન રબારી ગત 4 વર્ષથી પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યાં છે અને 45 જેટલા દેશોમાં પોતાનો સામાન મોકલી રહ્યાં છે, ત્યારે ફક્ત રૂપિયા 25000ના વાર્ષિક ટર્ન ઓવરથી શરૂઆત કરીને હાલ વાર્ષિક 35 લાખથી પણ વધારે રૂપિયાનું ટર્ન ઓવર તેમનું થયું છે. ઉલ્લેખનીય છે કે, પાબીબેન દ્વારા કરવામાં આવતાં કાર્ય અને તેમના પરિવારનો સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે. જેના કારણે તેઓ પોતાની મહેનત સાકાર કરી શક્યાં છે.
આ પણ વાંચોઃવિશ્વ મહિલા દિવસઃ વૈશાલી પટેલ પેરા બેડમિન્ટનમાં લાવી મેડલ