પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એ.આર. પટેલે કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને માન્ય રાખતા રામોલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કેસમાં 5 જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હોવાના આદેશ આપ્યા હતા. સરકારે અરજી પરત ખેંચી આરોપી ઉમેશ પટેલ, પ્રતીક મિસ્ત્રી, રાજેશ કુમાર પટેલ, સહિત 5 આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા છે.
પાટીદાર આંદોલન મામલો: કોર્ટે 5 આરોપીને કેસ મુક્ત કર્યા
અમદાવાદ: વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ સહિત પૂર્વ વિસ્તારમાં થયેલા રાઇટીંગ અને સરકારી સંપત્તિને થયેલા નુકસાન મામલે રાજ્ય સરકારે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ પાછી ખેંચવાની અરજીને શનિવારે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે માન્ય રાખી કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ રજૂઆત કરતા કોર્ટમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી, પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે જનહિતમાં આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને CRPC ની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવા અંગેની અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખતા આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવે.
સુધીર બ્રહ્મભટ્ટ વધુમાં જણાવ્યું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર નથી અને કોઈક ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા નથી સરકાર દ્વારા તેમની વિરોધ કેસ પરત ખેંચવાની અરજી પણ કરવામાં આવી છે જેથી તેમને કેસમાંથી મુક્ત આવે.
આરોપીઓના વકીલે પણ કેસ પરત ખેંચવાની સરકારી અરજીનુંં સ્વાગત કરતા કેસ પરત ખેંચવા અંગે કોઈ જ વાંધો ઉઠાવ્યો નથી. જેથી કોર્ટે બંને પક્ષની દલીલ અને રજૂઆતને ધ્યાનમાં રાખીને નવ આરોપીઓ વિરુદ્ધ કેસ પાછો ખેંચી લીધો અને તેમને કેસ મુકત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સરકાર દ્વારા આ રીતે 4 કેસ પરત ખેંચવાની અરજી કરાઈ હતી. જેને સેશન્સ કોર્ટે માન્ય રાખતા કેસ નિકાલ કરવામાં આવ્યો હતો.