અમદાવાદશહેરની હવામાં ઉદ્યોગો દ્વારા ફેલાતું ઝેર સાફ કરવા માટે વૃક્ષો કુદરતી રક્ષકની ભૂમિકા ભજવી રહ્યાં છે. કોરોના સમયમાં ઓક્સિજન એટલે શું તે અમદાવાદીઓ અને શહેર સત્તાધીશોએ બરાબર સમજી લીધું છે. એટલે આ ચોમાસા દરમિયાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા 21 લાખ વૃક્ષો ઉગાડવાનું કામ શરુ થઇ ગયું છે. આ ઉપરાંત શહેરની હવાને સ્વચ્છ કરવા ઓક્સિજન વન ( Urban Forest Concept ) પણ તૈયાર કરવામાં આવે છે. જેમાં શહેરના અને ઓક્સિજન વન માં તાપમાન અંદાજિત 4 ડીગ્રી જેટલો તફાવત પણ જોવા મળી આવી શકે છે. અમદાવાદ હાલમાં 128 જેટલા ઓક્સિજન વન તૈયાર થઈ ચૂક્યા છે. ત્યાર હવે વધુ એક ઓક્સિજન વનનો ઉમેરો થયો ( Oxygen Park in Hebatpur Ahmedabad ) છે.
અમદાવાદના હેબતપુરમાં ઓક્સિજન વન ખુલ્લું મૂકાયું, 43 ઔષધિઓ સહિતના હજારો વૃક્ષોમાં ખીલી પ્રકૃતિ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા 4200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલું ઓક્સિજન વન આજે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં 43 પ્રકારની ઔષધિ પણ ઉગાડવામાં આવી છે. Oxygen Park in Hebatpur Ahmedabad , 12 Thousand Trees with 43 types of herbs , Urban Forest Concept , AMC prepare oxygen park at thaltej ward
12000 જેટલા વૃક્ષો વાવી તૈયાર કરાયું ઓક્સિજન વનઅમદાવાદ શહેરમાં ગ્રીન કવર કરવાના હેતુથી ઓક્સિજન વન ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના હેબતપુર વિસ્તારમાં અંદાજિત 4200 ચોરસ મીટરમાં મિયાવાકી પદ્ધતિથી 12000 જેટલા વૃક્ષો વાવીને ઓક્સિજન વન ( Oxygen Park in Hebatpur Ahmedabad ) ઉભું કરવામાં આવ્યું છે. આ વનમાં ( AMC prepare oxygen park at thaltej ward ) વોક વે, ઓપન જિમ,બેસવા માટે બાંકડા જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વનમાં પ્રવેશતા જ શહેરનું તાપમાન અને આ ઓક્સિજન વનના તાપમાન અંદાજિત 4 ડીગ્રી જેટલો તફાવત પણ જોવા મળી આવે છે.
43 વિવિધ પ્રકારના વૃક્ષો આ ઓક્સિજન વનમાં ( AMC prepare oxygen park at thaltej ward ) પ્રવેશતાં જ પક્ષીઓનો કલરવ અવાજ સાંભળવા મળી જાય છે. કુલ 4200 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવેલ વનમાં 43 પ્રકારના અલગ અલગ વૃક્ષો ( 12 Thousand Trees with 43 types of herbs ) ઉગાડવામાં આવ્યા છે. જેમાં આમળા, અરીઠા, અરડૂસી, બીલીપત્ર, ખીજડો, ખાખરો, ગુંદા, જાંબુ, ખેર, લીંબુડી, દાડમ, મહુડો, પીપળો, દેશી પીપળો, પારસ પીપળો સહિત 43 પ્રકારના વૃક્ષો જોવા મળી આવે છે.