ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓવૈસીની અમદાવાદ મુલાકાત માટે રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓ શરૂ - owaisi in ahmedabad

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM મેદાનમાં ઉતરી છે. ઓવૈસીના આગમન માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

ઓવૈસીની અમદાવાદ મુલાકાત માટે રિવર ફ્રન્ટ ખાતે તૈયારીઓ શરૂ
ઓવૈસીની અમદાવાદ મુલાકાત માટે રિવર ફ્રન્ટ ખાતે તૈયારીઓ શરૂ

By

Published : Feb 7, 2021, 2:53 PM IST

  • ઓવૈસી આજે ભરૂચ અને અમદાવાદમાં રેલીઓને સંબોધન કરશે
  • AIMIM અમદાવાદની 6 અને ભરૂચની તમામ સીટો પર લડશે
  • ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રી થતા રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવના
    ઓવૈસીની અમદાવાદ મુલાકાત માટે રિવર ફ્રન્ટ ખાતે તૈયારીઓ શરૂ

અમદાવાદ: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ મુસ્લિમીન(AIMIM)એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી(BTP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને AIMIMનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ઓવૈસીના આગમન માટે અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં એક મોટો સ્ટેજ બાંધવામાં આવ્યો છે. જેની સાથે 10 હજાર ખુરશીઓ, 450 લાઈસ્ટ, 4 LCD સ્ક્રીન અને 40 સોફા રાખવામાં આવ્યા છે.

ઓવૈસીની પાર્ટી AIMIMનાં ઉમેદવારો

વડાપ્રધાન મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સભાને સંબોધશે

ઓવૈસી આજે ભરૂચમાં રેલીને સંબોધન કર્યા બાદ સાંજે અમદાવાદ ખાતે રોડ શૉમાં ભાગ લેશે. અમદાવાદ ખાતે ઓવૈસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 6 કલાકે રેલીને સંબોધશે. રેલી માટે AIMIMને સ્થાનિક પોલીસની પરમિશન મળી ગઈ છે. આ રેલીમાં અમદાવાદનાં જુહાપુરા, સરખેજ, જમાલપુર ,દરિયાપુર ,શાહપુર, ગોમતીપુર, રખિયાલ જેવા મુસ્લિમ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અને AIMIMનાં કાર્યકર્તાઓ જોડાશે.

ઓવૈસીની અમદાવાદ મુલાકાત માટે રિવર ફ્રન્ટ ખાતે તૈયારીઓ શરૂ

ઓવૈસી અને બીટીપીનાં ગઠબંધનથી ભરૂચ જિલ્લામાં અન્ય પાર્ટીઓને નુક્સાન થશે

આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ રાજ્યના રાજકારણમાં ખૂબ મહત્વની સાબિત થશે. ઓવૈસીની ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાતથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન થવાની પૂરેપૂરી સંભાવના છે. AIMIM અમદાવાદની 6 સીટો અને ભરૂચની તમામ સીટો પર ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે, ઓવૈસી તેમના કડક વલણ માટે જાણીતા છે અને તેમની પાર્ટી મતદારોના ધ્રુવીકરણ માટે જાણીતી છે. ઓવૈસી અને બીટીપીનું ગઠબંધન થતાં ભરૂચ જિલ્લા પાલિકાની ચૂંટણીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ઘેરી અસર પડે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details