10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા - અમદાવાદ
ગુજરાત પોસ્ટલ સર્કલ ગુજરાત રાજ્યના 10 શહેરો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ભૂજ, ભાવનગર, વડોદરા અને સુરતમાં કટ ઑફ ટાઈમ 16:00 કલાક સુધી બૂકિંંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર (રવિવાર અને જાહેર રજાઓ સિવાય) ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા આજથી શરૂ કરી છે.
10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા
અમદાવાદઃ આ સેવા નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે જેઓ કુરીયર અને નાના લોજિસ્ટિક્સ કંપનીઓના સંચાલન ન કરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, તેમને ખૂબ મદદ કરશે. આ સેવા ખૂબ જ અસરકારક છે કે જે એમ.એસ.એમ.ઇ એકમોને લોજિસ્ટિક્સ અને પરિવહનના ઓછામાં ઓછા ખર્ચ સાથે તેમનો વ્યવસાય ચલાવવામાં મદદ કરશે.