ગુજરાત

gujarat

ETV Bharat / city

સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સને 9 મહિનાથી માનદ વેતન ચૂકવાતા રોષ

અમદાવાદમાં અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોલા સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન જીવના જોખમે કામ કરતા તબીબોને કોવિડ ડ્યુટી માટે આપવામાં આવતું માનદ વેતન ન ચૂકવાયુ હોવાના આક્ષેપો તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે, રાજ્ય સરકારના આદેશ છતા 9 મહિનાનું માનદ વેતન ન ચૂકવાતા રેસિડેન્ટ ડૉક્ટરોમાં રોષ જોવા મળ્યો હતો.

સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સને 9 મહિનાથી માનદ વેતન ચૂકવાતા રોષ
સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સને 9 મહિનાથી માનદ વેતન ચૂકવાતા રોષ

By

Published : Mar 14, 2021, 8:02 PM IST

  • કોવિડ ડયુટી માટે આપવામાં આવતું માનદ વેતન 9 મહિનાથી ડોકટરને આપવામાં નથી આવ્યું
  • મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત આપવાનું હોય છે માનદ વેતન
  • રાજ્ય સરકાર નો આદેશ છતાં જીવના જોખમે કામ કરનારા તબીબોને પૈસા ના ચૂકવાયા
  • સોલા સિવિલ હોસ્પિટલના 165 રેસિડન્ટ ડોકટર્સને નથી મળ્યું માનદ વેતન
  • ડોકટરોને 40 લાખ 75 હજાર રૂપિયાની ચૂકવણી હજુ પણ બાકી



અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન જીવના જોખમે કામ કરતા તબીબોને કોવિડ ડ્યુટી માટે આપવામાં આવતું માનદ વેતન ન ચૂકવાયુ હોવાના આક્ષેપો તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા 9 મહિનાથી અથાક મહેનત કરતા રેસિડન્ટ ડોક્ટર્સને માનદ વેતન ન મળતા રેસિડેન્ટ ડૉક્ટરોમાં રોષ જોવા મળ્યો હતો.

સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સને 9 મહિનાથી માનદ વેતન ચૂકવાતા રોષ
અગાઉ તંત્ર દ્વારા ડોક્ટરોન સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો

સોલા સિવિલ હેસ્પિટલમાં 165 ડોક્ટરોને માનદ વેતન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત ડોકટરને વેતન ન મળતા જુનિયર ડોકટર્સ એસોસિએશન દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. જ્યારે, ડોકટરોને 40 લાખ જેટલા રૃપિયા ચુકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પૈસાની ચૂકવાણીને લઈને સોલા સિવિલ સતત વિવાદોમાં આવી રહી છે. જેમાં આગામી દિવસોમાં માનદ વેતન નહિ ચૂકવાય તો હડતાલની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અગાઉ પણ આ મામલે વિવાદ થતા તંત્ર દ્વારા ડોકટરોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જ્યારબાદ તંત્ર દ્વારા કોી પગલાં ન લેવાતા સોલા સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details