ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ કાર્યકરોમાં ટિકિટ મુદ્દે રોષ, પ્રભારીને જાહેરમાં માર્યો માર - સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ પ્રભારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

ETV BHARAT
કોંગ્રેસના કાર્યકરોએ પ્રભારીને જાહેરમાં માર્યો માર

By

Published : Feb 12, 2021, 6:18 PM IST

  • કોંગ્રેસ કાર્યકરોએ પ્રભારીને જાહેરમાં માર માર્યો
  • સાબરમતી વિસ્તારમાં બની ઘટના
  • સમગ્ર મામલો CCTVમાં કેદ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ટિકિટ ફાળવણી મુદ્દે પ્રભારીને જાહેરમાં માર માર્યો હતો. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

કોંગ્રેસના કાર્યકરોએ પ્રભારીને જાહેરમાં માર્યો માર

પ્રફૂલ શાહને જાહેરમાં માર માર્યો

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીના મામલે રાણીપ, સાબરમતીના વોર્ડ ઇન્ચાર્જ પ્રફુલ્લ શાહે કાર્યકરોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટ ફાળવણીને લઇને રોષે ભરાયેલા કાર્યકરોએ પ્રભારી પ્રફૂલ શાહને જાહેરમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

ABOUT THE AUTHOR

...view details