ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રભારી રાજીવ સાતવ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત છે. ત્યારે જનાક્રોશ રેલીને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે.
કોંગ્રેસ દ્વારા વર્ચ્યુઅલ રેલીનું આયોજન, કોંગ્રેસ પ્રભારી, પ્રમુખ સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત - રાજીવ સાતવ
રાજ્યમાં હવે વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પડઘમ બરોબર વાગવા લાગ્યાં છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
કોંગ્રેસ દ્વારા વર્ચ્યુઅલ રેલીનું આયોજન, કોંગ્રેસ પ્રભારી, પ્રમુખ સહિત કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત
ખેડૂત વિરોધી સરકાર છે જે અંગે થઈ વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી પ્રજાને જગાડવાનો સમય આવી ગયો છે તે અંગે થઈને જ આજે જન આક્રોશ રેલીના માધ્યમથી તાલુકા જિલ્લા અને ગામેગામથી લોકો આ રેલીમાં જોડાશે અને કોંગ્રેસને સાથ અને સહકાર આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસની આ નવી રણનીતિના માધ્યમથી લોકોને આકર્ષવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.