ગુજરાત

gujarat

ETV Bharat / city

Organ Donation in Ahmedabad Civil Hospital : દેવભૂમિ દ્વારકાના બ્રેઇનડેડ દર્દીના અંગદાને અજવાળી બીજા દર્દીઓની જીવનની અમાસ

શ્રાવણ માસના ( Shravan 2022 ) શરૂઆતની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 82મું અંગદાન મળ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા અનેરો છે ત્યારે દેવોની ભૂમિ દ્વારકાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Organ Donation in Ahmedabad Civil Hospital ) અંગદાન મળ્યું છે. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ બ્રેઇનડેડ થયેલા હમીરભાઇ ગોરીયાની બે કિડની અને લીવરનું દાન (Donation of Hamirbhai Goria two kidneys and liver) મળ્યું છે.

Organ Donation in Ahmedabad Civil Hospital : દેવભૂમિ દ્વારકાના બ્રેઇનડેડ દર્દીના અંગદાને અજવાળી બીજા દર્દીઓની જીવનની અમાસ
Organ Donation in Ahmedabad Civil Hospital : દેવભૂમિ દ્વારકાના બ્રેઇનડેડ દર્દીના અંગદાને અજવાળી બીજા દર્દીઓની જીવનની અમાસ

By

Published : Jul 28, 2022, 4:52 PM IST

અમદાવાદ- 29મી જુલાઇથી ગુજરાતમાં શ્રાવણ મહિનાની ( Shravan 2022 )શરૂઆત થશે. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ, પૂજા અને આસ્થાનો મહિનો. શ્રાવણ મહિનામાં દાનનો મહિમા પણ અનેરો છે. શાસ્ત્રોમાં કોઇપણ પ્રકારના દાનને પુણ્યનું કાર્ય ગણવામાં આવ્યું છે જ્યારે દાન કરનારને યોદ્ધા જેવું સન્માન મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Organ Donation in Ahmedabad Civil Hospital ) શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ દેવોની ભૂમિ દ્વારકાથી અંગદાન થયું છે.

હમીરભાઇ ગોરીયા અકસ્માતમાં બ્રેઇનડેડ થયાં-દેવભૂમિ દ્વારકાના 60 વર્ષીય હમીરભાઇ ગોરીયાને 25 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હમીરભાઈને સારવાર દરમિયાન તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં. હમીરભાઇ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાન માટે (Organ Donation in Ahmedabad Civil Hospital )સંમતિ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલમાં 77 અંગદાન, દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો

બે કિડની અને લીવરનું દાન - હમીરભાઇનાં અંગોના રીટ્રાઇવલમાં બે કિડની અને લીવરનું દાન (Donation of Hamirbhai Goria two kidneys and liver) મળ્યું છે. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની (Ahmedabad Civil Medicity) જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Organ Donation in Ahmedabad Civil Hospital ) 259 અંગોના દાનથી 236 પીડિત દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃ Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

શું કહે છે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી -અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી જણાવે છે કે શ્રાવણ મહિનાના ( Shravan 2022 ) પ્રારંભ પૂર્વ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 82મું અંગદાન (Organ Donation in Ahmedabad Civil Hospital )થયું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં થયેલ 82 અંગદાનમાં 259 અંગોને પ્રોક્યોર કરવામાં આવ્યા છે. જેમાં 134 કિડની, 70 લીવર, 21 હૃદય, 9 સ્વાદુપિંડ, 6 હાથ, 9 ફેફસાં અને 1 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 આંખ પણ ઓર્ગન ડોનેશનમાં મળી છે. આ તમામ અંગોના પ્રત્યારોપણથી 236 લોકોને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details